વ્યાપાર

ભારતની સૌ પ્રથમ મેથ બી રિયલ્ટી ચેમ્પિયનશિપ લૉન્ચ કરવા ભાન્ઝુએ NODWIN ગેમિંગ અને રસ્ક મીડિયા સાથે પાર્ટનરશિપ કરી

ભારતની સૌ પ્રથમ મેથ બી રિયલ્ટી ચેમ્પિયનશિપ લૉન્ચ કરવા ભાન્ઝુએ NODWIN ગેમિંગ અને રસ્ક મીડિયા સાથે પાર્ટનરશિપ કરી
આ પ્રકારની સર્વપ્રથમ રાષ્ટ્રવ્યાપી સ્પર્ધા મેથેમેટિક્સને હાઇ-એનર્જી એન્ટરટેઇનમેન્ટ એક્સપિરિયન્સમાં પરિવર્તિત કરે છે, જે ભારતના પ્રોબ્લેમ-સોલ્વર્સની આગામી પેઢીને પ્રેરિત કરે છે
બેંગલુરુ : ગ્લોબલ મેથ લર્નિંગ પ્લેટફોર્મ ભાન્ઝુએ ગ્રેડ 7, 8 અને 9ના વિદ્યાર્થીઓ માટે ભારતના પ્રથમ મોટા પાયાની રિયાલિટી-શો-સ્ટાઇલ મેથેમેટિક્સ ચેમ્પિયનશિપ મેથ બી લોન્ચ કરવા માટે NODWIN ગેમિંગ અને રસ્ક મીડિયા સાથે પાર્ટનરશિપ કરી છે. યુવા વિદ્યાર્થીઓ મેથેમેટિક્સ સાથે કેવી રીતે જોડાઈ શકે છે તેની પુનઃકલ્પના કરવા માટે તૈયાર કરવામાં આવેલી આ પહેલ શૈક્ષણિક ઉત્કૃષ્ટતાને નેશનલ એન્ટરટેઇનમેન્ટ ઇવેન્ટમાં પરિવર્તિત કરે છે, જે અભૂતપૂર્વ રીતે કોમ્પિટિશન, સ્ટોરીટેલિંગ અને ડિજિટલ એન્ગેજમેન્ટનો સમન્વય કરે છે.
પરંપરાગત પ્રકારની મેથેમેટિક્સ કોમ્પિટિશનથી અલગ જ પ્રકારની મેથ બી સંપૂર્ણપણે એક નવું જ ફોર્મેટ રજૂ કરે છે જ્યાં વિદ્યાર્થીઓ વ્યાવસાયિક રીતે તૈયાર કરવામાં આવેલી OTT સિરિઝમાં સેલિબ્રિટી હોસ્ટ અને જજિસની સમક્ષ સ્પર્ધા કરે છે. આ ચેમ્પિયનશિપ મેથેમેટિકલ થિંકિગને પ્રોત્સાહન આપે છે, સામાન્ય રીતે મેઇનસ્ટ્રીમ સ્પોર્ટિંગ અને એન્ટરટેઇનમેન્ટ ઇવેન્ટ્સ સાથે સંકળાયેલા ઉત્સાહ, વ્યાપકતા અને વિઝિબિલિટી સાથે ઇન્ટિલિજન્સનું સેલિબ્રેશન કરે છે.
આ રાષ્ટ્રવ્યાપી સ્પર્ધામાં નિઃશુલ્ક ભાગ લઈ શકાય છે અને ગ્રેડ 7 – 9માં અભ્યાસ કરી રહેલા સમગ્ર ભારતભરના વિદ્યાર્થીઓ માટે તે ખુલ્લી છે. વિદ્યાર્થીઓ ભાન્ઝુની મેથઅપ એપ મારફતે ડિજિટલ ક્વૉલિફાયર રાઉન્ડમાં ભાગ લેશે, જેમાં ટેલિવિઝન પર પ્રસારિત થનારી ચેમ્પિયનશિપમાં સ્થાન મેળવતાં પહેલાં વર્ચ્યુઅલ બૂટકેમ્પ મારફતે પ્રગતિ કરી રહેલા ટોપ પરફોર્મર્સ સાથે ભાગ લેશે. વિજેતાને બીજા અનેક રોમાંચક રિવૉર્ડ્સ સાથે ભારતના પ્રથમ મેથ બી ચેમ્પિયન તરીકે નવાજવામાં આવશે.
આ લૉન્ચ પ્રસંગે વિશ્વના સૌથી ઝડપી હ્યુમન કેલ્ક્યુલેટર ભાન્ઝુના ફાઉન્ડર નીલકંઠ ભાનુએ જણાવ્યુ હતું કે,”અનેક પેઢીઓથી, ગણિતને મજા બદલ ડરના વિષય તરીકે જોવામાં આવે છે. મેથ બી પોપ્યુલર કલ્ચરના મેઇનસ્ટ્રીમમાં મેથેમેટિક્સને લાવીને મૂળભૂત રીતે આ દૃષ્ટિકોણ બદલવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. અમે ઇચ્છીએ છીએ કે દરેક બાળક પ્રોબ્લેમ સોલ્વિંગના રોમાંચનો અનુભવ કરે, દેશના સૌથી તેજસ્વી મગજ સાથે સ્પર્ધા કરે અને જાતે અનુભવે કે મેથેમેટિક્સ માત્ર એક શૈક્ષણિક વિષય નથી પરંતુ એક સુપરપાવર છે જે ભવિષ્યને આકાર આપે છે.”
NODWIN ગેમિંગના કો-ફાઉન્ડર અને MD અક્ષત રાઠીએ જણાવ્યું હતું કે,”ગણિત એક મજા છે કારણ કે તે વિષય માત્ર સાચો જવાબ મેળવવા પૂરતો જ મર્યાદિત નથી. તે પેટર્ન ઓળખવા, કશુંક અનપેક્ષિત અજમાવવા અને સમસ્યા થકી એક સ્માર્ટ રીત શોધવા સંબંધિત છે. આ પડકારની તરફ જોવાનો દૃષ્ટિકોણ અને ‘આ સમસ્યાને કેવી રીતે ઉકેલીશું’ તે કંઈક તેવી બાબત છે જેને અમે NODWIN ખાતે ખૂબ જ સારી રીતે સમજીએ છીએ. ઇસ્પોર્ટ્સ અને લાઇવ ઇવેન્ટ્સ મારફતે, અમે જોયું છે કે જ્યારે લોકો પોતાના બળ ઉપર વિચારવા માટે ભેગા મળે છે અને જ્યારે સ્વાભાવિક જવાબ પર્યાપ્ત ન હોય ત્યારે આગામી માર્ગ શોધે છે. મેથ બી આ વિચાર આગળ વધારે છે અને તેને લાઇવ સ્ટેજ ઉપર મુકે છે, જ્યાં સમગ્ર ભારતભરના વિદ્યાર્થીઓ સ્પર્ધા કરી શકે છે, રિયલ ટાઇમ પ્રોબ્લેમ સોલ્વ કરે છે અને અમને બતાવે છે કે તેમના માઇન્ડ કેવી રીતે કામ કરે છે. આ સ્ટેજ ઉપર ક્યારેક આપણને ભવિષ્યના ઇનોવેટર, આંત્રરપ્યોનર અને પ્રોબ્લેમ-સોલ્વર પણ જોવા મળી શકે છે જેમને હજુ સુધી કોઈ સમસ્યા અથવા તેનો ઉકેલ રજૂ કરવાનો મંચ મળ્યો નથી.”
ગોખણપટ્ટી ઉપર આધારિત અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી પરંપરાગત પરીક્ષાઓથી વિપરિત મેથ બી લોજિકલ થિંકિંગ, ક્રિએટિવિટી, સ્પીડ અને પ્રેશરમાં રહીને પ્રોબ્લેમ સોલ્વિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પહેલ ગણિત સાથે જોડાયેલો ડર ઘટાડવા અને એન્ગેજિંગ, ટેક્નોલોજી આધારિત એક્સપિરિયન્સ મારફતે યુવા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને જિજ્ઞાસાનું સર્જન કરવા માટે ભાન્ઝુના વ્યાપક અભિયાનનું પ્રતિબિંબ રજૂ કરે છે.
આ સ્પર્ધા 26 જુલાઈ, 2 ઓગસ્ટ, 9 ઓગસ્ટ અને 16 ઓગસ્ટના રોજ યોજાનારા ચાર રાષ્ટ્રવ્યાપી ડિજિટલ ક્વૉલિફાયર રાઉન્ડ સાથે શરૂ થશે, જે વિદ્યાર્થીઓને તેમના બેસ્ટ સ્કોર અને નેશનલ રેકિંગ સુધારવા માટે અનેક તકો પૂરી પાડશે. ટોપ 5000 પ્રતિયોગીઓ નીલકંઠ ભાનુની આગેવાનીમાં યોજાનારા એક્સક્લુઝિવ વર્ચ્યુઅલ બૂટકેમ્પ માટે ક્વૉલિફાય થશે, જેનના પછી ટોપ 200 વિદ્યાર્થીઓને મેથ બી રિયાલિટી શોમાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવશે.
આ પહેલમાં ભાગ લેનારી સ્કૂલોને રાષ્ટ્રવ્યાપી ઓળખ, ડિજિટલ સ્વીકૃતી અને રાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપર તેમના વિદ્યાર્થીઓને રજૂ કરવાનો અવસર મળશે, જ્યારે વિદ્યાર્થીઓને રોમાંચક ઇનામો અને ભારતના કેટલાક તેજસ્વી યુવા મેથેમેટિકલ માઇન્ડ સાથે સ્પર્ધા કરવાનો વિશેષ અવસર પ્રાપ્ત થશે. આ બ્રાઉસર ચેમ્પિયનશિપનું ટેલિવિઝન પર પ્રસારણ કરવા ક્વૉલિફાયર્સ અને બૂટકેમ્પ સુધી મલ્ટી-સ્ટેજ ફોર્મેટ રેખાંકિત કરે છે અને સ્કૂલ તથા વિદ્યાર્થીઓના રાષ્ટ્રવ્યાપી એક્સપોઝર ઉપર ભાર મૂકે છે.
રજિસ્ટ્રેશન એન્ડ્રોઇડ અને iOS મેથઅપ એપ મારફતે અત્યારે ખુલ્લું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button