રાજનીતિ
મતદાન જાગૃતિ અર્થે શાળા કક્ષાએ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

મતદાન જાગૃતિ અર્થે શાળા કક્ષાએ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય અને લોકો ઉત્સાહભેર મતદાન કરી લોકશાહીના મહાપર્વમા જોડાય તેવા આશયથી આશયથી સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા કક્ષાએ સુંદર મહેંદી સ્પર્ધા કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદારોમાં જાગૃતિ ફેલાવવાનો અને લોકશાહીના મહત્વને ઉજાગર કરવાનો હતો.
આ અવસરે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ.ભગીરથ પરમાર ખાસ હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને તેમની સર્જનાત્મક કૃતિઓની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમ માત્ર કલાત્મક પ્રદર્શન જ નહોતો, પરંતુ સમાજમાં જાગૃતિ લાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો હતો.



