ક્રાઇમ

વીમા પોલિસીનાં નામે દોઢ કરોડની છેતરપિંડી કરનાર ત્રણ ગઠિયા ગાઝિયાબાદથી પકડાયાં

વીમા પોલિસીનાં નામે દોઢ કરોડની છેતરપિંડી કરનાર ત્રણ ગઠિયા ગાઝિયાબાદથી પકડાયાં
વીમા પોલિસીનું પેમેન્ટ પરત અપાવવાનાં બહાને દોઢ કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર ત્રણગઠિયા અતુલકુમાર નરેશકુમાર શર્મા, મહેશ હરિપ્રસાદ શર્મા અને સનું વિરેન્દ્રસિંહ ઠાકુરની સુરત સાયબર સેલનાં અધિકારીઓની ટીમે ગાઝિયાબાદ જઈને ધરપકડ કરી છે.ફરિયાદીને ૧૫ વીમા પોલિસી લેવડાવ્યા બાદ વીમાલોકપાલમાંથી કોલ કરતાં હોવાની ખોટી ઓળખ આપી પોલિસીનાં રૂપિયા પરત અપાવવાનાં બહાને જુદા જુદા ચાર્જ જણાવી દોઢ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી. સાયબરક્રાઈમ પોલીસની ટીમે ત્રણેયની ધરપકડ કરી તેમની પાસે ૯ મોબાઇલ ફોન, જુદી જુદી બેંકોની ૪૨ ચેકબુક, અલગ અલગ બેંકોની ૧૭ પાસબુક, ૯૦ ડેબિટ કાર્ડ, જુદી જુદી કંપનીનાં ૨૫ સીમકાર્ડ, ૮૦ ખાલી સીમકાર્ડ ટ્રે કબજે કર્યા હતાં.ચેકબુક અને પાસબુકને આધારે ૪૭ બેંક એકાઉન્ટની વિગતો મળી છે. નેશનલ સાયબર ક્રાઇમ રીપોર્ટિંગ પોર્ટલ ઉપર તપાસ કરતાં આ ટોળકી વિરૂદ્ધ તેલંગાણા, તામિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં કુલ ૭૩ ગુના નોંધાયેલા હોવાનું જણાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button