શિનોર તાલુકામાં બેંક ફ્રોડનો સિલસિલો યથાવત: BOB બાદ હવે સાધલીની SBI શાખામાં ખાતેદારના ખાતામાંથી ₹50,000 સાફ

શિનોર તાલુકામાં બેંક ફ્રોડનો સિલસિલો યથાવત: BOB બાદ હવે સાધલીની SBI શાખામાં ખાતેદારના ખાતામાંથી ₹50,000 સાફ
શિનોર તાલુકાની બેંક ઓફ બરોડામાંથી ફ્રોડ કરીને રૂપિયા ઉપડી ગયાની શાહી સુકાઈ નથી, ત્યાં તો સાધલી સ્ટેટ બેન્ક માંથી એક ખાતેદારના ખાતામાંથી ટુકડે ટુકડે 50000 રૂપિયા ઉપડી ગયા.
શિનોર તાલુકાની શિનોર, માંજરોલ, સાધલી, સેગવા, આનંદી ખાતે શાખા ધરાવતી બેંક ઓફ બરોડામાંથી ઘણા ગ્રાહકોની જાણ બહાર લાખો રૂપિયા ઉપડી ગયા ના સમાચાર ની શાહી સુકાઈ નથી, ત્યાં તો સાધલી મુકામે આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માંથી એક ખાતેદારના ખાતામાંથી તારીખ 8, 9, 11, 13, 14-04-2026 ના દિવસે ₹ 10,000 લેખે કુલ ₹50,000 ઉપડી જતા ખાતેદાર દ્વારા 1930 સાયબર સેલ માં ફરિયાદ કરવામાં આવેલ છે. અને ફરિયાદ નંબર સાથે શિનોર પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરવામાં આવેલ છે. આ અગાઉ પણ ચેતરપિંડીનો ભોગ બનેલા ગ્રાહકો દ્વારા શિનોર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવામાં આવેલ છે, જેનો આજ દિન સુધી કોઈ ઉકેલ આવેલ નથી, શિનોર તાલુકામાં આવેલ તમામ રાષ્ટ્રીયકૃત બેંકોમાં જે ગ્રાહકો ખાતા ધરાવતા હોય તેઓએ પોતાના ખાતા ની તપાસ કરવી જરૂરી છે, નહીં તો પાછળથી પસ્તાવાનો વારો આવશે. ભાજપા દ્વારા જે રીતના શામ,દામ દંડ અને ભેદ થી ઉમેદવારી ફોર્મ પરત ખેંચાવવામાં આવે છે , એ શક્તિનો ઉપયોગ ગ્રાહકોના બેંકના ખાતામાંથી ઉપડી જતા નાણાંની રિકવરી માટે કરવામાં આવે ,તો જનતાની સાચી સેવા કરી ગણાશે. એવી ગ્રાહકોની માંગ છે.



