ભાજપના બદલાયેલા રંગરૂપ: 2005માં 8 બેઠકો બિનહરીફ છતાં સાદગી, આજે 4 બેઠકો માટે ‘સામ-દામ’ અને વરઘોડા

ભાજપના બદલાયેલા રંગરૂપ: 2005માં 8 બેઠકો બિનહરીફ છતાં સાદગી, આજે 4 બેઠકો માટે ‘સામ-દામ’ અને વરઘોડા
જિલ્લા પંચાયત વડોદરામાં 4 બેઠકો ભાજપા ની બિનહરીફ થતાં વરઘોડા નીકળે છે, પરંતુ 2005 માં શિનોરની 2 અને કરજણની 3 બેઠકો બિનહરીફ આવી હતી, તેનો કોઈ ઉત્સવ તે સમયના ભાજપે મનાવ્યો નહોતો.
હાલમાં ચાલી રહેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વડોદરા જિલ્લા પંચાયતની ચાર બેઠકો ગુતાલ, જરોદ, ચોરંદા અને રણોલી શામ, દામ, દંડ અને ભેદથી બિનહરીફ થતાં ભાજપા દ્વારા વરઘોડા કાઢવામાં આવ્યા જમણવાર રાખવામાં આવ્યા, પરંતુ સને 2005 માં યોજાયેલ તાલુકા- જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અવાખલના ભાસ્કર પટેલ કરજણ શિનોર ના ઇન્ચાર્જ હતા, અને જિલ્લા પંચાયતના ફોર્મ કરજણ મુકામે ભરાતા હતા, તે સમયે શિનોર તાલુકાની 2 અને કરજણ તાલુકાની 3 જિલ્લા પંચાયતની બેઠકો કોંગ્રેસ પક્ષની મેન્ડેડ ની ભુલ ના કારણે ભાજપા ને બિનહરીફ મળી હતી. આમ 5-5 બેઠકો બિનહરીફ મળવા છતાં પણ કોઈ વરઘોડા નહીં, કોઈ જમણવારના કાર્યક્રમો નહીં, અને શાંતિપૂર્ણ રીતે 5 ઉમેદવારોને સલામત સ્થળે રાખવામાં આવ્યા હતા. વાઘોડિયાની 3 બેઠકો પણ ભાજપા ની બિનહરીફ થઈ હતી. પરંતુ કોઈ અસલ (બદામ) ભાજપ ની શો બાજી નહોતી. પરંતુ આજે શામ-દામ -દંડ અને ભેદના કારણે માત્ર કરજણ તાલુકાની એક ચોરંદા બેઠક બિનહરીફ મળી તેનો ઉત્સવ ઉજવાય રહ્યો છે, તે જોઈને જૂના બદામ ભાજપા કાર્યકરોમાં કોઈ ઉત્સાહ કે ઉમંગ દેખાતો નથી.



