ગુજરાત

પારડીમાં આરોગ્ય ખાતાની ટાસ્ક ફોર્સ દ્વારા ચેકિંગ, તમાકુ વેચાણ અને જાહેરમાં ધ્રુમપાન બદલ ૪૪ લોકો દંડાયા

પારડીમાં આરોગ્ય ખાતાની ટાસ્ક ફોર્સ દ્વારા ચેકિંગ, તમાકુ વેચાણ અને જાહેરમાં ધ્રુમપાન બદલ ૪૪ લોકો દંડાયા
મોટાવાઘછીપા રોડ, નાનાવાઘછીપા, સુખેશ, બાલદા અને તેની આજુબાજુના વિસ્તારમાં ચેકિંગ કરી રૂ. ૮૮૦૦નો દંડ વસૂલ્યો
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોટાવાઘછીપા, નાનાવાઘછીપા, સુખેશ, બાલદા તથા તેની આજુબાજુના વિસ્તારમાં જિલ્લા આરોગ્ય ખાતાની ટાસ્કફોર્સ દ્વારા આકસ્મિક ચેકિંગ દરમ્યાન ૪૩ દુકાનદારો અને જાહેરમાં ધુમ્રપાન કરનાર એક મળી કુલ ૪૪ને રૂ. ૮૮૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને પોલીસ વિભાગ સાથે મળી સ્ટીયરીંગ કમિટી દ્વારા પારડી તાલુકાના મોટાવાઘછીપા રોડ, નાનાવાઘછીપા, સુખેશ, બાલદા અને તેની આજુબાજુના વિસ્તારમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના મોટા પાનના ગલ્લા, પાર્લર અને જાહેરમાં ધુમ્રપાન કરનાર કુલ ૪૪ કેસ અને રૂપિયા ૮૮૦૦/- રકમનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
તદઉપરાંત કલમ-૪ જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ તથા કલમ-૬(અ)૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુનું વેચાણ પર પ્રતિબંધ છે. તથા કલમ-૬(બ) શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ કે તમાકુની વેચાણ પર પ્રતિબંધ છે તેમજ આજુબાજુનાં પાનના ગલ્લાવાલાને ચેતવણી આપવામાં આવી તેઓને “તમાકુથી કેન્સર થાય છે અને ૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુનું વેચાણ પર પ્રતિબંધ છે.” આવી આરોગ્ય વિષયક ચેતવણી વિના તમાકુ અને સિગારેટની અન્ય બનાવટોનું છૂટક વેચાણ પર પ્રતિબંધ છે આવી સુચના આપવામાં આવી હતી.
આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે. સિંહ અને એપેડેમિક મેડીકલ ઓફિસર ડો. મનોજ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ આરોગ્ય વિભાગ,પોલીસ વિભાગમાંથી હેડ કોન્સ્ટેબલ વજુભાઈ ટી.શિયાળ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાંથી પી.એન. માંગુકિયા અને જિલ્લા ટોબેકો સેલમાંથી કાઉન્સેલર એસ.ઝેડ.બાગુલ, સોશિયલ વર્કર એ.એ.પટેલ અને ટી.એમ.પી.એચ.એસ. અમિત પટેલ હાજર રહી કામગીરી કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button