ધર્મ દર્શન
વલસાડની કુસુમ વિદ્યાલયમાં નવરાત્રિ પર્વની ઉજવણી

વલસાડની કુસુમ વિદ્યાલયમાં નવરાત્રિ પર્વની ઉજવણી
વલસાડના તિથલ રોડ સ્થિત ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની પ્રાથમિક અને માધ્યમિક શાળા કુસુમ વિદ્યાલયમાં શાળાના વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકમિત્રોએ નવરાત્રિની ઉજવણી કરી હતી. આરતી અને વિદ્યાર્થીઓ દ્વારા ગવાયેલા ગરબાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ટ્રેડીશનલ ડ્રેસોમાં સજ્જ થઈ વિદ્યાર્થી અને વાલીઓ તાલીઓના તાલે ગરબે ઝુમ્યા હતા. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને નવરાત્રિ પર્વના મહતવ વિશે સમજ આપવામાં આવી હતી.



