સંતેશ્વર યુવક મંડળ દ્વારા ચિંતામણી ગણપતિનું ભવ્ય આગમન

સંતેશ્વર યુવક મંડળ દ્વારા ચિંતામણી ગણપતિનું ભવ્ય આગમન
પાંડેસરાના જલારામનગરથી પિયુષ પોઈન્ટ સુધી ભક્તિમય માહોલમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુરતના પાંડેસરા વિસ્તારમાં ગણેશોત્સવની ભક્તિમય શરૂઆત થઈ છે. સંતેશ્વર યુવક મંડળ, સુરત દ્વારા ચિંતામણી ગણપતિનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. પાંડેસરાના જલારામનગરથી પિયુષ પોઈન્ટ સુધી ગણપતિ બાપ્પાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.
શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને યુવાનો જોડાયા હતા. ગણપતિ બાપ્પાના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો. ભક્તોએ બાપ્પાના દર્શન કરી પૂજા-અર્ચના કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
ગણપતિજીની આગમન યાત્રા દરમિયાન ઢોલ-નગારાના તાલે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ચિંતામણી ગણપતિનું આગમન કરવામાં આવ્યું હતું.
સંતેશ્વર યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ગણેશોત્સવને લઈને પાંડેસરા વિસ્તારમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.



