ગુજરાત
અડાજણ એસ.ટી. બસ ડેપો ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કર્મચારીઓ અને મુસાફરોએ સામુહિક સ્વચ્છતા શપથ લીધા

અડાજણ એસ.ટી. બસ ડેપો ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કર્મચારીઓ અને મુસાફરોએ સામુહિક સ્વચ્છતા શપથ લીધા
સેવા સંકલ્પ અભિયાન હેઠળ સુરત એસ.ટી વિભાગના સુરક્ષા અધિકારીશ્રી એલ આર. ટંડેલ, નાયબ ઇજનેરશ્રી કેયુર ડી.નાઇ., એ.ડબલ્યુ.એસ.શ્રી વી.ટી.મગોદરા., ટી.આઇ.શ્રી જે.બી.હડીયોલ.,જુની.આસી.શ્રી સાજીદ જી શેખ. તેમજ ડેપો મેનેજરશ્રી મનોજભાઇ ચૌધરી સહિત સુરત સીટી ડેપોના તમામ અધિકારી કર્મચારીઓ અને મુસાફરોએ સામુહિક સ્વચ્છતા શપથ ગ્રહણ કરી સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કર્યો હતો. આ અભિયાન હેઠળ કાર્યસ્થળ, ગામ અને શહેર સ્વચ્છ રાખવા તેમજ સ્વચ્છતાને દૈનિક આદત બનાવવા માટેની મુહિમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ રાજયભરમાં વેગવંતી કરાઈ હતી.



