આરોગ્ય

19 એપ્રિલ, “વર્લ્ડ લીવર ડે”

  19 એપ્રિલ, “વર્લ્ડ લીવર ડે”

  સ્વસ્થ રહો, સુરક્ષિત રહો

દર વર્ષે આરોગ્ય સંબંધિત જાગૃતિ લાવવા તેમજ યકૃત એટલે કે લીવર ને લગતા રોગો પ્રત્યેની જાગૃતિ ફેલાવવા માટે 19 એપ્રિલનાં દિવસે “વર્લ્ડ લીવર ડે” ઉજવવામાં આવે છે. મગજ પછી યકૃત એ શરીરનો બીજો સૌથી મોટો અને સૌથી જટિલ અંગ છે. તે પાચનતંત્રનું મુખ્ય અંગ છે. તેનાં વગર પાચનક્રિયા શક્ય બનતી નથી. માણસ જે કંઈ પણ ખાય છે, પીએ છે એ તમામ યકૃતમાંથી પસાર થાય છે, યકૃત વિના માણસ જીવી શકતો નથી. તેની પુરેપુરી કાળજી ન લેવામાં આવે તો શરીરમાં વિવિધ પ્રકારના પ્રશ્નો ઉત્પન્ન થાય છે. જેનાંથી કમળો, ફેટી લીવર જેવા ગંભીર રોગો પણ થાય છે. ફેટી લીવર રોગના બે પ્રકાર છે – આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ (એએફએલડી) અને નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ (એનએએફએલડી). ચરબીયુક્ત યકૃત રોગ પિત્તાશયને ઝેર દૂર કરવાથી અટકાવે છે અને પિત્ત ઉત્પન્ન કરે છે. વધુ પડતા વજનવાળા/મેદસ્વી વ્યક્તિઓમાં ફેટી લીવર રોગ થવાનું જોખમ વધારે હોય છે. આ બાબતે ખોરાકમાં કાળજી લેવાની અત્યંત આવશ્યકતા હોય છે. ફ્રાઇડ ફુડ્સ, ખૂબ પ્રોસેસ્ડ લોટ, વધુ પડતી ખાંડ કે મીઠું, નોનવેજ ફૂડ વગેરેનાં સેવનથી લીવરના રોગો થવાની અને પાચનતંત્રનાં મહત્વનાં અંગને નુકસાન થવાની શકયતા રહે છે. લીલા શાકભાજી, અખરોટ, છાશ વગેરે ખોરાક લેવાથી આવી કોઈ સમસ્યા થતી નથી. આ ઉપરાંત પંચગવ્યનાં ઉપયોગથી આવા જીવલેણ રોગોને ટાળી શકાય છે. ગાયનું દૂધ અમૃત છે. ગાયનાં છાશ, દહીં, માખણ અને ધી શ્રેષ્ઠ અને ગુણકારી છે. શ્રેષ્ઠ આહાર છે. ઉત્તમ ઔષધિ છે તેના સેવનથી એટલી દવા અને કેમીકલની આડઅસરો ઘટે છે અને ઉતમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. ગૌમૂત્ર તો કેન્સર જેવા રોગો મટાડવા માટે પણ સક્ષમ છે. શરીરનું સ્વાસ્થ્ય જાળવવા માટે ખોરાક એ હંમેશા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

 સ્વસ્થ રહો, સુરક્ષિત રહો.

– મિત્તલ ખેતાણી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button