લાઈફસ્ટાઇલ

આ મારું સુરત હોય શકે જ નહી?

આ મારું સુરત હોય શકે જ નહી?

મુળ સુરત ચોક અને સ્ટેશનની વચ્ચે વસેલું હતું વસ્તી હશે આશરે 4 /5 લાખ જે આજે પણ કોટ વિસ્તાર તરીકે ઓળખાય છે .
ધીમેં ધીમે પરપ્રાંતિઓની વસ્તી વધતા સુરતની વસ્તી આશરે 45 લાખ જેવી હોય શકે છે .સુરત પોતાનામાં મીની ભારત વસાવીને બેસેલું છે સુરતમાં તમને દેશના દરેક રાજ્યના વતનીઓ જોવા મળશે આખા દેશની અલગ અલગ ભાષા એક જ સમયે કદાચ સુરતમાં જ સૌથી વધારે બોલાતી હશે .
આમાં મુળ સુરતીઓને બિચારા ક્યાંય ખોવાઈ ગયા છે લઘુમતીમાં આવી ગયા છે મુળ સુરતીઓ વેપારી અને ખાનદાની સુરતીઓ છે સંસ્કારી અને વિવેકી છે.
સુરતમાં વસ્તી વધતા બીજા રાજ્યોના માથાભારે અસામાજિક તત્વોએ પણ આશરો લીધો છે કેટલાક નામચીન તડીપારો રીઢા ગુનેહગારો પણ સુરતમાં વસવાટ કરે છે
શહેરના પાંડેસરા ડિંડોલી સચિન ભેસ્તાન ઉન અમરોલી કોસાડ આવાસ લિબાયત મદીના મસ્જિદ રેલવે ટ્રેકને લગતી સમાંતર ઝૂંપડપટ્ટીમાં આ લોકો રહે છે અહીં પોલીસના કોમ્બિગમાં એક જ રાતમાં સેંકડો ઘાતક હથિયારો ઝડપાઇ રહ્યા છે પોલીસે કોમ્બીગ નિયમિત કરવાની ખાસ જરૂર છે
પહેલા લોકો ચાહ પાણી પીતા હતા પછી ધીમે ધીમે બીડી સિગારેટ પિતા થયા પછી ધીમે ધીમે દારૂ જુગારની બદી વધી હવે ગુટકા અને નશીલી દવાઓ ડ્રગ્સનું ચલણ ખતરનાક રીતે વધી ગયું છે .આપણા 140 કરોડ ભારતીયોના કરોડો અબજો કમાતા આદર્શ ક્રિકેટરો જુગાર રમવા પ્રોત્સાહન આપે છે તમને જુગારમાં જીતવા માટે લલચાવે છે બીજા ફિલ્મ સ્ટારો ગુટકા ખાવાનું કહે છે .ગુટકાને કારણે કેટલા યુવાનો મોતને ભેટ્યા કેટલાને મોઢાનું ગળાનું કેન્સર થયું હજુ ઘણા યુવાનો પોતાનું મોઢું પણ પૂરેપૂરૂ ખોલી શકતા નથી.સરકાર તાત્કાલિક અખબારોમાં અને ટી વી પર આવતી જુગાર અને ગુટકાની જાહેરાત પર પ્રતિબંધ મુકવાની ખાસ જરૂર છે એમાંથી ખોટો સંદેશ જાય છે અને આપણી કમનસીબી છે કે આવી જાહેરાતો જોઈ મહિલાઓ પણ હવે ગુટકા અને ડ્રગ્સના રવાડે ચડી છે
આપણો 16000 હજાર કિમી લાંબો દરિયાકિનારો છે ત્યાંથી આજે પણ બેરોકટોક હથિયારો ડ્રગ્સ આવી રહ્યા છે પેટ્રોલિંગ વધારવાની જરૂર છે
માત્ર સુરતની જ વાત કરીએ તો પોલીસે આશરે 15 કરોડની નશીલી દવાઓ ડ્રગ્સ પકડી પાડી છે એમાં 9/83 કરોડનું તો ડ્રગ્સ છે 119 વ્યક્તિઓની ધરપકડ કરી છે
સુરતમાં આજની તારીખમાં પણ શાળા કોલેજની બહાર પાનના ગલ્લે કે ચાહની કિટલી પર ડ્રગ્સ આસાનીથી મળી રહે છે ઓછી અવરજવર હોય ત્યાં આવેલા આવા પાનના ગલ્લે આવા ગોરખધંધા ચાલુ જ હોય છે
પહેલા તમારી સાથે દોસ્તીનું નાટક કરવામાં આવે છે પછી મોકો મળતા ગુટકામાં કે ચાહ કોફી કે પછી કોલડ્રિન્કમાં ડ્રગ્સ મેળવીને તમને છેતરીને પીવડાવી દેવાય છે પછી તમને ધીમે ધીમે ડ્રગ્સની આદત પડી જાય છે પછી તમેં ડ્રગ્સના બંધાની બની જાવ છો પછી ડ્રગ્સ પીવા કઈ પણ કરવા તૈયાર થઈ જાવ છો ઘરમાં ચોરીઓ કરો છો વધારે વ્યાજે રૂપિયા લઈ દળદળમાં ખુંપી જાવ છો પરિવાર પત્ની અને બાળકોની જિંદગી હરામ કરી નાખો છો
સમાજમાંથી આ ન્યુસન્સ દુર કરવા પોલીસ સાથે સામાજિક આગેવાનો નેતાઓ સામાજિક કાર્યકરો સ્વૈચ્છિક સંસ્થાઓ મહાજનોએ આગળ આવી કઈ રસ્તો કાઢવો પડશે આપણી યુવાપેઢીને ખાસ બચાવવાની જરૂર છે
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button