આરોગ્ય

વલસાડ જિલ્લામાં મેલેરિયાના ૬ અને ડેંગ્યુના ૧૨ કેસ નોંધાયા, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી પૂરજોશમાં

 

વલસાડ જિલ્લામાં મેલેરિયાના ૬ અને ડેંગ્યુના ૧૨ કેસ નોંધાયા, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી પૂરજોશમાં 

કુલ ૨,૧૮,૩૭૬ વ્યક્તિઓના લોહીના નમુનાઓ લેવામાં આવ્યા

 ૬ મહિનામાં ૬,૯૩,૦૦૨ શંકાસ્પદ મચ્છર ઉત્પતિ સ્થાનો તપાસવામાં આવ્યા 

વલસાડ

ચોમાસાની ઋતુમાં વાહકજન્ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળતુ હોવાથી વલસાડ જિલ્લામાં વાહકજન્ય રોગોનું પ્રમાણ વધે નહી એ માટે જિલ્લાનાં તમામ તાલુકાઓમાં પુરજોશમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે.

                 જિલ્લા આરોગ્ય શાખા દ્વારા હાલમાં ચાલી રહેલી કામગીરીમાં કુલ ૨,૧૮,૩૭૬ વ્યક્તિઓના લોહીના નમુનાઓ લેવામાં આવ્યા છે. જાન્યુઆરી થી જૂન સુધીમાં વલસાડ જિલ્લામાં મેલેરીયાના કેસ ૬ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના અત્યાર સુધીમાં ૧૨ કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૯૯ કેસ ડેન્ગ્યુના શંકાસ્પદ જોવા મળ્યા છે. દરેક ડેન્ગ્યુના કેસો સામે રોગ અટકાયતી પગલાંની કામગીરી કરવામાં આવી રહી છે. જાન્યુઆરીથી જુન ૨૦૨૩ સુધીમાં ૬,૯૩,૦૦૨ શંકાસ્પદ મચ્છર ઉત્પતિ સ્થાનો તપાસતા કુલ ૧૭૪૧ જ્ગ્યાઓ પોઝિટિવ મળી આવતા ૧૧,૫૩૦ સ્થળોએ ટેમીફોસ દ્રાવણ નાંખવાની કામગીરી કરવામાં આવી હતી. ૧૩૫ ઘરોમાં ફોગીંગની કામગીરી થઈ હતી. આ ઉપરાંત ૩૧૪૫૦ જેટલી મચ્છરદાનીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. જેને પગલે વાહકજ્ન્ય રોગોના પ્રમાણમાં ઘટાડો થયો છે. ડેન્ગ્યુના કેસોમાં પણ ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે. 

બોક્ષ મેટર 

જિલ્લામાં છેલ્લા ૬ વર્ષમાં ડેંગ્યુના કેસોની સ્થિતિ 

વર્ષ  શંકાસ્પદ કેસ લોહીની તપાસ  કન્ફર્મ કેસ 
૨૦૧૭  ૩૯૨ ૩૯૨ ૧૧૬
૨૦૧૮ ૫૦૦ ૫૦૦ ૯૭
૨૦૧૯ ૧૨૯૫ ૧૨૯૫ ૩૪૫
૨૦૨૦ ૩૯૧ ૩૯૧ ૩૪
૨૦૨૧ ૫૨૭ ૫૨૭ ૬૩
૨૦૨૨ ૭૦૮ ૭૦૮ ૨૨
૨૦૨૩ (જૂન સુધી)  ૧૯૯ ૧૯૯ ૦ 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button