6 જૂલાઈ, “વર્લ્ડ ઝુનોસીસ ડે”
6 જૂલાઈ, “વર્લ્ડ ઝુનોસીસ ડે”
ઝૂનોટિક બીમારી (ઝુનોસીસ ડીસીસ) જેમ કે ઈબોલા, એવિયન ઈન્ફ્લુએન્ઝા અને વેસ્ટ નાઈલ વાયરસને નાબૂદ કરવા માટે સૌથી પહેલા રસીકરણ કરવામાં આવ્યું હતું. જે નિમિતે દર વર્ષે 6 જુલાઈનાં રોજ “વર્લ્ડ ઝૂનોસિસ ડે” મનાવવામાં આવે છે. ઝૂનોસિસ એક સંક્રામક રોગ છે જે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. ઝૂનોટિક પેથોગન્સ બૈક્ટીરિયલ, વાયરલ અથવા પરજીવી હોઈ શકે છે. જે મનુષ્યનાં સીધા સંપર્કમાં આવવાથી અથવા ભોજન, પાણી અને વાતાવરણનાં માધ્યમથી મનુષ્યોમાં ફેલાય છે.
ઝૂનોસિસમાં એચઆઈવી, ઈબોલા અને સાલ્મોનેલોસિસ જેવી સંક્રામક બીમારીઓ શામેલ છે. ઝૂનોસિસની શરૂઆત થયા બાદ તે માનવ સ્ટ્રેઈનમાં પરિવર્તિત થઈ ગયા હતા. ઝૂનોટિક બીમારીને નાબૂદ કરવા માટે ફ્રાંસ જીવવિજ્ઞાની લુઈ પાશ્ચર દ્વારા 6 જુલાઈ 1885નાં રોજ પહેલીવાર સફળતાપૂર્વક રસીકરણ એડમિનિસ્ટર્ડ કરવામાં આવ્યું હતું. ઝૂનોટિક બીમારીઓની ગંભીરતા વિશે અને તેને રોકવા માટે જાગૃતતા લાવવા આ દિવસનો મુખ્ય હેતુ છે.
મોટાભાગે ઝૂનોટિક બીમારી ફેલાવવામાં પ્રાણીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર ઝૂનોટિક બીમારી પ્રાણીઓનાં સંપર્કમાં આવવાથી ફેલાય છે. જેમાં માંસનું સેવન જવાબદાર છે. જે જાનવરોનું ભોજન તરીક સેવન કરવામાં આવે છે તે જાનવરોમાં એન્ટીબાયોટીક દવાઓના ઉપયોગ કરવામાં આવતા તે દવાને કારણે ઝૂનોટિક પેથોગન્સ થવાની સંભાવના રહે છે. ઝૂનોટિક બીમારીઓ અલગ અલગ પ્રકારની હોય છે તેથી તેને રોકવા માટેના ઈલાજ પણ અલગ અલગ પ્રકારના હોય છે. કૃષિક્ષેત્રે પશુઓની દેખભાળ કરવા માટે દિશા નિર્દેશોનું યોગ્ય પાલન કરવામાં આવે તો ખાદ્ય જનિત ઝૂનોટિક બીમારીઓ થવાનું જોખમ ઓછું રહે છે. સ્વસ્છ પીવાનું પાણી,શાકાહાર, કચરાનો યોગ્ય નિકાલ અને પાણીનું યોગ્ય રીતે સંરક્ષણ કરીને આ બીમારીને ફેલાતી રોકી શકાય છે. પશુ, પક્ષી અને પ્રાણીઓનાં સંપર્કમાં આવ્યા બાદ હાથ ધોવા અને સ્વચ્છતાનું યોગ્ય રીતે પાલન કરીને ઝૂનોટિક બીમારીને ફેલાતી રોકી શકાય છે. આ ઉપરાંત શાકાહાર આ બીમારીને દૂર રાખવાનો ખુબ જ ઉપયોગી ઉપાય છે. સંતુલિત શાકાહારી ખોરાક વ્યક્તિને બાવડેબાજ અને મજબૂત બનાવી શકે છે. શાકાહાર હ્રદયસંબંધી રોગના ખતરાને દૂર રાખે છે માંસાહારમાં સંતૃપ્ત ચરબી (સેચ્યુરેટેડ ફેટ)નું પ્રમાણ ઘણું વધારે હોય છે, જેને કારણે હ્રદયસંબંધી બિમારીઓ થવાનો ભય રહે છે. પરંતુ વેજ-ફૂડમાં પૂરતાં પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર હોય છે, તેમાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ બહુ જ ઓછું જોવા મળે છે, જેના કારણે બ્લડ-પ્રેશર અને કોલેસ્ટેરોલ પણ નિયંત્રણમાં રહે છે, સરવાળે, મોટી ઉંમરે હ્રદયને કાર્યાન્વિત રાખવામાં શાકાહાર ઉપયોગી પૂરવાર થાય છે.