પુણામાં ગાંધી પરિવાર સુતો રહ્નાને તસ્કરો ૧.૧૫ લાખનો હાથ ફેરો કરી ગયા

પરવત પાટિયા ખાતે ડિમ્પલ નગર સોસાયટીમાં રહેતો ગાંધી પરિવાર Gandhi family ગતરોજ મકાનમાં ઉપરના માળ પર સૂતો હતો. ત્યારે અજાણ્યા ચોર ઈસમોઍ તેના મકાનને નિશાન બનાવ્યું હતું. રાત્રિના સમયગાળા દરમિયાન તસ્કરોઍ ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં મુકેલા રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૧.૧૫ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
પર્વત પાટિયા ખાતે આવેલ ડિમ્પલ નગર સોસાયટીમાં રહેતા ધવલ નરેશભાઈ ગાંધી તેના પરિવાર સાથે વસવાટ કરે છે. ધવલભાઇ અને તેની પત્ની મકાનમાં ઉપર રહે છે. જ્યારે તેની માતા મકાનમાં નીચે વસવાટ કરતા હતા. તારીખ ૬/૭/૨૦૨૪ના રોજ રાત્રે ધવલભાઇની નાની દીકરી રડતી હોવાને કારણે ધવલભાઇની માતા ઉપરના માળ પર સુવા માટે ગઈ હતી. આ દરમિયાન અજાણ્યા ચોર ઈસમોઍ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું.
રાત્રે ઍક વાગ્યાથી થી સવારે પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમોઍ ધવલભાઇ ના મકાનના ઘરના દરવાજાનો નકુચો તોડી નાખી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં તિજોરી નું લોકર કોઈ સાધન વડે ખોલી તિજોરીમાં મુકેલા સોના ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા ૧.૧૫ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેથી આખરે બનાવને પગલે બીજા દિવસે સવારે ધવલભાઈ ને જાણ થતા તેઓઍ આ મામલે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ તો પુણા પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.