ક્રાઇમ

પાંડેસરામાં નાણાંની લેતીદેતીમાં વિદ્યાર્થી ઉપર હુમલો

Surat Pandesara News: પાંડેસરા બમરોલી રોડ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઍ ઉછીના આપેલા ૧૦ હજારની માંગણી કરતા આરોપીઍ પૈસા પરત આપવા ન પડે તïે માટે તેના મિત્ર સાથે મળી પૈસા આપવાના બહાને બોલાવ્યા બાદ ઢોર મારમાર્યો હતો તેમજ બચાવવા માટે વચ્ચે પડેલા તેના પિતાને ચપ્પુના ઘા ઝીંક્યા હતા. જયારે તેની માતા અને મિત્રને ઢોર મારમાર્યો હતો.
પાંડેસરા બમરોલી રોડ પર હીરાનગર સોસાયટીમાં રહેતો ૨૪ વર્ષીય રિતિક ધર્મેન્દ્રસિંહ શિવ-તાપસિંગ ઍ અગાઉ તેની જ સોસાયટીમાં રહેતા મનીષ ગુ ાને ૧૦ હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. મનીષ ગુ ા છેલ્લા ઘણા સમયથી પૈસા પરત ન આપતો હોવાથી રિતિકે પૈસાની ઉઘરાણી કરી હતી. જેથી ગત તારીખ ૭/૭/૨૦૨૪ ના રોજ રાત્રે ૯ૅં૦૦ વાગ્યાના અરસામાં મનીષે પૈસા પરત આપવાને બહાને હીરાનગર સોસાયટી પ્લોટ નંબર ૧૫૮ પાસે બોલાવ્યો હતો.
જેથી રીતક અને તેનો મિત્ર મહેશ પૈસા લેવા માટે જતા મનીષ ગુ ા તથા પાંડેસરા હરિઓમ નગરમાં રહેતો આશિષ આંબલ તથા હરિઓમ નગરમાં રહેતો નંદલાલ પાટીલ ઉર્ફે નીલ આ ઉપરાંત વિનાયક સિંગ તથા જીગર ઉર્ફે ધવલ પટેલ અને નિખિલ નામના ઈસમો ભેગા મળીને ત્યાં ઉભા હતા. રિતિક પૈસા લેવા માટે જતાની સાથે જ મનીષે તેને ઍલ ફેલ ગાળો આપી મનીષ તથા આશિષ ઍ તેને અને તેના મિત્રને ઢીક મુક્કીનો ઢોર માર મારી બંનેને ચાકુની મુઠ વડે માર મારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત બન્નેને ડિઝીક મુક્કીનો ઢોર માર મારી અધમુઆ કરી દીધા હતા.
આ બનાવની જાણ થતા ની સાથે જ રીતિક ન પિતા ધર્મેન્દ્રસિંહ તથા તેની માતા ત્યાં દોડી આવ્યા હતા. જેથી નંદલાલ પાટીલ ઉર્ફે નીલે ધર્મેન્દ્રસિંહ ની હત્યા કરવાના ઇરાદાથી પેટમાં ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત તેની માતાને પણ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તમામે ભેગા મળી રિતિકને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી દુકાનમાં તોડફોડ કરી હતી. જેથી આખરે ભોગ બનનાર રિતિકે આ મામલે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે હત્યાની કોશિશ નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button