સ્પોર્ટ્સ

એડિલેડ ટેસ્ટ પ્રથમ દિવસ : ભારત 180 રને ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 86/1,

એડિલેડ ટેસ્ટ પ્રથમ દિવસ : ભારત 180 રને ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 86/1,
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ શરૂ થઈ ગઈ છે. આ ડે નાઈટ ટેસ્ટ છે. ગુલાબી બોલથી રમાતી આ ટેસ્ટ એડિલેડ ઓવલ ખાતે રમાઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસ હવે રસપ્રદ બની ગઈ છે. આજે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ ઈનિંગમાં 180 રન બનાવી શકી હતી.
એડિલેડ ડે નાઈટ ટેસ્ટના પ્રથમ દિવસ સમાપ્ત થઈ ગયો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ તેના પ્રથમ દાવમાં માત્ર 180 રન પર જ સિમિત રહી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ દિવસની રમત પૂરી થવા સુધીમાં પ્રથમ દાવમાં એક વિકેટે 86 રન બનાવી લીધા છે. હાલમાં, માર્નસ લેબુશેન 20 રન અને નાથન મેકસ્વીની 38 રન સાથે નોટઆઉટ છે. બંને વચ્ચે અત્યાર સુધી 62 રનની ભાગીદારી થઈ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ હજુ પણ ભારતથી 94 રન પાછળ છે. ઓસ્ટ્રેલિયાને એકમાત્ર ફટકો ઉસ્માન ખ્વાજાના રૂપમાં લાગ્યો હતો.
તે જસપ્રિત બુમરાહના હાથે સ્લિપમાં કેપ્ટન રોહિત શર્માના હાથે કેચ આઉટ થયો હતો.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ 180 રન પર જ સમેટાઈ ગયો હતો. નીતિશ રેડ્ડીએ સૌથી વધુ 42 રન બનાવ્યા જ્યારે કેએલ રાહુલે 37 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે સૌથી વધુ છ વિકેટ લીધી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીની 15મી પાંચ વિકેટ હતી. આ સિવાય શુભમન ગિલ અને કેએલ રાહુલ વચ્ચેની ભાગીદારી પણ સારી રહી હતી. આ બંને વચ્ચે ભાગીદારી સિવાય કોઈ મોટી ભાગીદારી નહોતી. જ્યાં એક સમયે ભારતનો સ્કોર એક વિકેટે 69 રન હતો, થોડા સમય પછી તે પાંચ વિકેટે 87 રન થઈ ગયો હતો.એટલે કે ભારતે 18 રનમાં વધુ ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button