સ્પોર્ટ્સ
ભારત અંડર-19 એશિયા કપની સેમિફાઇનલમાં, UAEને 10 વિકેટે હરાવ્યું
ભારત અંડર-19 એશિયા કપની સેમિફાઇનલમાં, UAEને 10 વિકેટે હરાવ્યું
ભારતીય ક્રિકેટ ટીમ અંડર-19 એશિયા કપ 2024ની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. તેઓએ શારજાહના શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં સંયુક્ત આરબ અમીરાતને 10 વિકેટથી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કરી દીધો છે. પાકિસ્તાન સામેની હાર બાદ ટીમ ઈન્ડિયાએ જોરદાર જીત સાથે વાપસી કરી છે. હવે તેણે UAEને 10 વિકેટે હરાવ્યું. 137 રનના ટાર્ગેટ સામે 16.1 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 143 રન બનાવીને જીત મેળવી હતી. તેના માટે વૈભવ સૂર્યવંશીએ 76 રનની અણનમ ઇનિંગ રમી હતી અને આયુષ મ્હાત્રે 67 રનની અણનમ ઇનિંગ રમી હતી.સેમિફાઇનલમાં તેનો સામનો શ્રીલંકા સામે થશે.