ધર્મ દર્શન

ચુનડી રંગ દે રે રંગરેજ… મા જીણ કે જાના હૈ

ચુનડી રંગ દે રે રંગરેજ… મા જીણ કે જાના હૈ
મા જીણ ભજન સંધ્યાનું આયોજન થયું

શ્રી જીણ માતા સેવા ટ્રસ્ટ દ્વારા ન્યૂ સિટી લાઈટ સ્થિત મા જીણ મંદિરના પ્રથમ પાટોત્સવના ઉપલક્ષમાં બે દિવસીય કાર્યક્રમમાં મંગળવારે વિશાળ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મા જીણનો ભવ્ય દરબાર સજાવવામાં આવ્યો હતો. શણગારેલા દરબાર સમક્ષ સાંજે છ વાગ્યાથી અખંડ જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી હતી. ભજન સંધ્યામાં સ્થાનિક ગાયક કલાકારો બાદ કોલકાતાથી આમંત્રિત ગાયક કલાકાર જયશંકર જી ચૌધરી “ગુરુજી” એ એકથી ચડિયાતા એક ભજનોની પ્રસ્તુતિ આપી હતી. તેમના ભજન “ચુનડી રંગ દે રે રંગરેજ… મા જીણ કે જાના હૈ” પર ભક્તોએ ભાવવિભોર થઈ મા જીણને ચુનડી અર્પણ કરી હતી. આયોજનમાં છપ્પન ભોગ, સવામણી, પુષ્પ-વર્ષા, મહાપ્રસાદ વગેરે કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના કમલ ટાટનવાલા, અમિત દોદરાજકા, અશોક ચોકડિકા, લોકેન્દ્ર દોદરાજકા સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button