ધર્મ દર્શન

બ્રાહ્મણ સમાજ દ્વારા તળાજા ખાતે ગરબાનો ગૂંજારવ અને આનંદના ગરબાનું ભવ્ય આયોજન કરાયું

બ્રાહ્મણ સમાજ દ્વારા તળાજા ખાતે ગરબાનો ગૂંજારવ અને આનંદના ગરબાનું ભવ્ય આયોજન કરાયું
તળાજાઃ તાજેતરમાં તળાજા ખાતે ભવાની માતાજીના ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાટોત્સવના આગલા દિવસે પાટોત્સવમાં હાજર રહેલાઓ માટે માતાજીનો આનંદનો ગરબો અને રાત્રે ગરબાનો ગૂંજારવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
તળાજીયા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આયોજિત તુલજા ભવાની માતાજીના સાનિધ્યમાં યોજાયેલ જનોઈ વિધિના કાર્યક્રમ દરમિયાન નીશાબહેનની આગેવાની હેઠળ તમામ જ્ઞાતિજનોએ શ્રદ્ધાપૂર્વક માતાજીનો આનંદનો ગરબો ગાઈને વાતાવરણને પવિત્ર અને પ્રફુલ્લિત કરી દીધું હતું.
આ કાર્યક્રમ બાદ ગરબાના ગુંજારવનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં જ્ઞાતિના ખ્યાતનામ કલાકારોએ માતાજીના ગરબા ગાઈને કાર્યક્રમમાં પધારેલા તમામને રાસ-ગરબા કાર્યક્રમનો લહાવો આપ્યો હતો. ગરબાના ગુંજારવ કાર્યક્રમમાં ઉચ્ચ નામના ધરાવતા ગાયકો હેમંતભાઇ, જયભાઇ, સોનલબહેને વાતાવરણમાં ગુંજારવ લાવી દીધો હતો. આ ઉપરાંત તેમની સાથે હિરેનભાઇ અને તેની સંગીત ટીમના દુર્લભ્ય સંગીતનો સાથ સોનામાં સુગંધ ભળે એવો મજેદાર રહ્યો હતો.
આ ઉપરાંત આદ્યશક્તિ મહિલા મંડળની તમામ બહેનો દ્વારા નાની-નાની બાળાઓ સાથે એક નાનકડી રેવા હેમંતભાઇ જોશીને માતાજીના રૂપમાં સુંદર રીતે તૈયાર કરીને જયંતભાઈ દ્વારા માતાજીના રથ (એક બગ્ગી ટાઈપની ખુલ્લી જીપ)માં ગરબાના ગૂંજારવ કાર્યક્રમમાં લાવવામાં આવી હતી, જેના લીધે હાજરા હજૂર સાક્ષાત માતાજીને ગરબાનો ગુંજારવ કાર્યક્રમમાં જોઈને ઉપસ્થિત લોકો ગદગદિત અને પ્રફુલ્લિત થઈ ગયા હતા અને આ નાનકડા માતાજી સાથે સેલ્ફી લેવા પડાપડી થઈ ગઈ હતી. તેની સાથે-સાથે નાની-નાની બાળાઓએ પણ સ્તુતિ રજૂ કરવા માટે મહિલા મંડળની તમામ બહેનોએ અથાગ પ્રયત્નો ઊડીને આંખે વળગે તેવા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button