ગુજરાત

એસપીબી કૉલેજ દ્વારા વસ્ત્રદાન કાર્યક્રમ યોજાયો 

એસપીબી કૉલેજ દ્વારા વસ્ત્રદાન કાર્યક્રમ યોજાયો 

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લિશ મીડીયમ કૉલેજ ઓફ કોમર્સ, સુરતના એન.એસ.એસ. યુનિટ દ્વારા તા. ૨/૦૪/૨૦૨૬, ગુરુવારના રોજ ભાઠા ગામ, રખિયાલ નગર અને સરદાર પટેલ નગર સેવા વસ્તી ખાતે વસ્ત્રદાન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રોનું વિતરણ કરી માનવતાની ભાવના સાથે સામાજિક જવાબદારી નિભાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન એન.એસ.એસ.ના સ્વયંસેવક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સેવા ભાવનાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. વસ્ત્રદાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સામાજિક જાગૃતિ, સંવેદનશીલતા અને માનવતાના મૂલ્યોનો વિકાસ થાય છે, જે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના ઇનચાર્જ આચાર્ય ડૉ. આશિષ પંડ્યાના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. ફરીદા માંડવીવાલા અને ડૉ. પ્રતિક પસ્તાગિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button