શિક્ષા
સર પી.ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સના વિદ્યાર્થિની તન્વી માહલા Ph.D. થયા

સર પી.ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સના વિદ્યાર્થિની તન્વી માહલા Ph.D. થયા
સર પી.ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ, સુરતનાના રસાયણ વિભાગના વિદ્યાર્થિની તન્વી મોહનભાઈ માહલાએ તાજેતરમાં વિજ્ઞાન વિદ્યાશાખામાં રસાયણશાસ્ત્ર વિષયમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી ડોક્ટર ઓફ ફિલોસોફી (Ph.D.) ની ઉપાધિ પ્રાપ્ત કરી છે. તેમણે આ સંશોધન કાર્ય ડૉ. મહેન્દ્રસિંહ બી. મહિડાના માર્ગદર્શન હેઠળ “ELECTROCHEMICAL, THERMODYNAMIC AND SURFACE CHARACTERIZATION STUDIES ON THE CORROSION INHIBITION OF BRASS IN NITRIC ACID BY GREEN AND DRUG BASED ORGANIC INHIBITORS” વિષય પર સફળતાપૂર્વક સંશોધનકાર્ય પૂર્ણ કર્યું હતું. હાલમાં તેઓ આત્માનંદ સરસ્વતી સાઇન્સ કોલેજમાં અધ્યાપિકા તરીકે ફરજ બજાવે છે.



