ગુજરાત

પરવત પાટીયા સ્થિત શ્રી સરસ્વતી મહાવિદ્યાલય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં મતદાન જાગૃતિ અંગે સામૂહિક શપથ લેવાયા

પરવત પાટીયા સ્થિત શ્રી સરસ્વતી મહાવિદ્યાલય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં મતદાન જાગૃતિ અંગે સામૂહિક શપથ લેવાયા
આગામી તા.૨૬ એપ્રિલે સુરત જિલ્લામાં યોજાનારી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં મતદાન જાગૃતિના વિવિધ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. ત્યારે સુરતના જયદીપ મેમોરિયલ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પરવત પાટીયા સ્થિત શ્રી સરસ્વતી મહાવિધાલય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સુરત ખાતે ઇ.ચા. આચાર્યા શ્રી સ્વર્ણિમાં જૈનના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. યુનિટ દ્વારા મતદાન જાગૃતિ અંગેના શપથ લેવામાં આવ્યા હતા. આ તબક્કે ખાસ કરીને યુવા મતદારોને લોકશાહીમાં મતદાનનું મહત્વ સમજાવી દેશની લોકશાહીને વધુ મજબુત કરવા મતદાનના તેમના વિશેષ અધિકારનો નિષ્ઠાપૂર્વક અને યોગ્ય ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button