વ્યાપાર

સોનાના વાયદાના ભાવમાં રૂ.243 અને ચાંદીના વાયદામાં રૂ.1576ની નરમાઇઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.5 ઢીલો

સોનાના વાયદાના ભાવમાં રૂ.243 અને ચાંદીના વાયદામાં રૂ.1576ની નરમાઇઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.5 ઢીલો
કોમોડિટી વાયદાઓમાં રૂ.18599.32 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.318813.5 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12155.60 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37119 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.337413.93 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.18599.32 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.318813.5 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 37119 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2446.6 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12155.60 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.153800ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.153992 અને નીચામાં રૂ.153360ના સ્તરને સ્પર્શી, રૂ.153943ના આગલા બંધ સામે રૂ.243 ઘટી રૂ.153700ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.88 વધી રૂ.122744ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ.11 વધી રૂ.15383ના ભાવે બોલાયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.33 ઘટી રૂ.152373ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.152505ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.152847 અને નીચામાં રૂ.152110ના સ્તરને સ્પર્શી, રૂ.152571ના આગલા બંધ સામે રૂ.72 વધી રૂ.152643 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.250428ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.251969 અને નીચામાં રૂ.250210ના મથાળે અથડાઈ, રૂ.252545ના આગલા બંધ સામે રૂ.1576 ઘટી રૂ.250969ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.721 ઘટી રૂ.253202ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.745 ઘટી રૂ.253231ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 2298.59 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ.2.65 વધી રૂ.1272.05ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત એપ્રિલ વાયદો રૂ.3.45 વધી રૂ.343.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો રૂ.1.5 વધી રૂ.366.5ના સ્તરે પહોંચ્યો હતો. સીસું એપ્રિલ વાયદો રૂ.2.5 વધી રૂ.197.1ના સ્તરે પહોંચ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 4028.81 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી એપ્રિલ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4970ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4998 અને નીચામાં રૂ.4943ના મથાળે અથડાઈ, રૂ.12 વધી રૂ.4985ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ.8104ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.8212 અને નીચામાં રૂ.8022ના સ્તરને સ્પર્શી, રૂ.8184ના આગલા બંધ સામે રૂ.5 ઘટી રૂ.8179ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.6 ઘટી રૂ.8176ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ 30 પૈસા ઘટી રૂ.251.4 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 30 પૈસા ઘટી રૂ.251.3 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.993.9ના ભાવે ખૂલી, રૂ.4.8 વધી રૂ.1008.5ના સ્તરે પહોંચ્યો હતો. એલચી એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.2934ના ભાવે ખૂલી, રૂ.13 ઘટી રૂ.2925ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 6436.41 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 5719.19 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1528.95 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 355.89 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 64.60 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 342.26 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 9.58 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 2699.61 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1319.61 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 4.48 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.32 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 9992 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 61177 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 27435 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 377316 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 63001 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 7991 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 26371 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 91763 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1786 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 14075 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 39361 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 37104 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 37141 પોઇન્ટના સ્તર અને નીચામાં 37104 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 72 પોઇન્ટ ઘટી 37119 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.10000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.24.5 વધી રૂ.258.8 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 95 પૈસા ઘટી રૂ.4.7ના ભાવે બોલાયો હતો.
સોનું એપ્રિલ રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.81 ઘટી રૂ.569 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.260000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.869 ઘટી રૂ.1580 થયો હતો. તાંબું એપ્રિલ રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.05 ઘટી રૂ.2.77ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.3.28 ઘટી રૂ.1.04 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની મે રૂ.8200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.38.1 વધી રૂ.705.5ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 85 પૈસા ઘટી રૂ.4.75 થયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.83.5 ઘટી રૂ.255 થયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.255000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1807.5 ઘટી રૂ.618ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.7000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.18.5 વધી રૂ.185.5 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 45 પૈસા ઘટી રૂ.3.55 થયો હતો.
સોનું એપ્રિલ રૂ.145000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.17.5 ઘટી રૂ.351.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.230000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1 વધી રૂ.384.5ના ભાવે બોલાયો હતો. તાંબું એપ્રિલ રૂ.1050ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 10 પૈસા ઘટી રૂ.0.27 થયો હતો. જસત એપ્રિલ રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 1 પૈસા વધી રૂ.0.02ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની મે રૂ.8000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.41.15 વધી રૂ.609.55 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 25 પૈસા ઘટી રૂ.3.75ના ભાવે બોલાયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.80 ઘટી રૂ.1141ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.250000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1105 ઘટી રૂ.333 થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button