ગુજરાત

વનિતા વિશ્રામ ખાતે ચાલી રહેલ ચિત્રપ્રદર્શન અભિવ્યક્તિ -4 ને મળેલ પ્રચંડ પ્રતિસાદ

વનિતા વિશ્રામ ખાતે ચાલી રહેલ ચિત્રપ્રદર્શન અભિવ્યક્તિ -4 ને મળેલ પ્રચંડ પ્રતિસાદ
ડી.એચ.બાગડાવાલા આર્ટ સ્ટુડિયો દ્વારા વનિતા વિશ્રામ યુનિવર્સિટી – અઠવા ગેટ ખાતે આવેલ આર્ટ ગેલેરીમાં ચિત્રપ્રદર્શન અભિવ્યક્તિ -4 નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
દિવ્યેશ બાગડાવાલા સુરતના જાણીતા આર્ટિસ્ટ છે. તેઓ નવોદિત કલાકારોને આર્ટ ક્ષેત્રે પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. એમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા આર્ટિસ્ટ : સોનલ પટેલ, અંજના ચેવલી, અવની મયંક દેસાઈ, ભાવના બચકાનીવાલા, ફાલ્ગુની અરોરા, ફાલ્ગુની દેસાઈ, નિશા મિસ્ત્રી ,નીતા વખાડીયા, પિન્કી જીનવાલા, સંગીતા સોની, તેજલ મોદી વગેરે દ્વારા તૈયાર કરવામાં આવેલ સુંદર અને કલાત્મક ચિત્રોનું પ્રદર્શન વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે તા. 01-05-2026થી 03-05-2026 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી નિખિલભાઈ મદ્રાસી (પ્રમુખ શ્રી, ચેમ્બર ઓફ કોમર્સ) તેમજ શ્રી નીરજભાઈ વિરડિયા, જગત વિરડિયા, જતીનભાઈ વિરડિયા, નટુભાઈ ટંડેલ, રમણીકભાઈ ઝાપડિયા, સાગર પ્રદીપ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
બે દિવસથી ચાલી રહેલા ચિત્ર પ્રદર્શનમાં સુરતના કલાપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સુંદર અને કલાત્મક ચિત્રો ખરીદીને નવોદિત આર્ટિસ્ટોને પ્રોત્સાહિત કર્યાં હતાં.
આવતીકાલે રવિવારે આ ચિત્રપ્રદર્શનનો અંતિમ દિવસ છે. મોટી સંખ્યામાં કલાપ્રેમીઓ આ પ્રદર્શન નિહાળવાનો લાભ લે અને નવોદિત કલાકારોને પ્રોત્સાહિત કરે તેવો અનુરોધ કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button