રૂ. 5 કરોડનો ખર્ચ છતાં શિનોર-માલસર રોડ અધ્ધરતાલ; ધૂળથી બચવા પાણી છાંટવાનું ‘નાટક’ શરૂ કરાયું

રૂ. 5 કરોડનો ખર્ચ છતાં શિનોર-માલસર રોડ અધ્ધરતાલ; ધૂળથી બચવા પાણી છાંટવાનું ‘નાટક’ શરૂ કરાયું
રાજ્ય માર્ગ મકાન તંત્ર દ્વારા શિનોર થી માલસર ના રસ્તા પર ધૂળની ડમરી ઉડતી હોવાના સમાચારો ચમકતાં તંત્ર દ્વારા પાણી છાંટવાનુ શરૂ કરેલ છે.
શિનોર થી માલસર નો રસ્તો આશરે પાંચ કરોડ ઉપરાંત ના ખર્ચે, છેલ્લા ત્રણ માસ ઉપરાંત થી રાજ્ય માર્ગ મકાન દ્વારા બનાવવાનું શરૂ કરાયું હોવા છતાં હજુ સુધી ડામર લેવલ આવ્યું નથી અને રસ્તાની સાફ-સફાઈ કરી માત્ર મેટલ લેવલ પૂરું કરેલ છે અને તેના કારણે તમામ સરકારી કચેરીઓ તથા માલસર યાત્રાધામ હોવા છતાં પણ આ રસ્તા પર ધૂળના ગોટેગોટા ઉડતા હોવાના કારણે અધિકારીઓ, યાત્રાળુઓ, મુસાફરો, કચેરીમાં આવતા લોકો અને ગાડીઓના ટાયરો નાશ પામતા હતા. જેના સમાચારો ચમકતાં તંત્ર દ્વારા આજે તારીખ 8 મે 2026 થી રસ્તા ઉપર ટેન્કર મારફત પાણી છાંટવાનું શરૂ કરાયાનું દેખાઈ આવે છે. પરંતુ ટેન્કરોથી પણ આ છંટકાવ શક્ય બની શકવાનો નથી, કારણ કે ગરમીનો પારો સતત ઉંચોને ઊંચો જઈ રહ્યો છે. તંત્ર દ્વારા આ સમાચારોના પડઘાના કારણે પાણી છંટકાવનું નાટક કરી રહ્યા છે. શિનોર- માલસર બેઠક પર ચૂંટણીમાં મતો મળ્યા ના હોવાના કારણે કિન્નાખોરી થી આ રસ્તા પરથી લઈ જવાયેલ મશીનો તથા યંત્ર સામગ્રી ફરીથી લાવીને રોડનું કામ શરૂ થાય એવી લોકોની માંગ છે.



