આરોગ્ય

વોક્હાર્ટ હોસ્પિટલ્સ દ્વારા નર્સિંગ સ્ટાફના યોગદાનને સપ્તાહભર ઉજવણી સાથે અપાયું સન્માન

વોકહાર્ટ હોસ્પિટલ રાજકોટ ખાતે યોગ, ધ્યાન, રમતો અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા નર્સિંગ સ્ટાફના સમર્પણને આપ્યું સન્માન

રાજકોટ, 14 મે, 2026: વોકહાર્ટ હોસ્પિટલ દ્વારા ઇન્ટરનેશનલ નર્સિસ ડે નિમિત્તે રાજકોટ સેન્ટરમાં સપ્તાહભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નર્સિંગ સ્ટાફના અવિરત સમર્પણ, કરુણા અને ક્લિનિકલ ઉત્કૃષ્ટતાને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઇન્ટરનેશનલ નર્સિસ ડે 2026ની થીમ “આપણી નર્સિસ. આપણું ભવિષ્ય. સશક્ત નર્સિસ જીવન બચાવે છે”  ને અનુરૂપ આ ઉજવણી દ્વારા નર્સિંગ સ્ટાફને પ્રોત્સાહન આપવાની સાથે સકારાત્મક અને સહયોગી કાર્યપરિસ્થિતિ નિર્માણ કરવા પ્રત્યે હોસ્પિટલની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

વોકહાર્ટ હોસ્પિટલ રાજકોટ ખાતે આયોજિત આ ઉજવણીમાં નર્સિંગ સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમોમાં ટીમ સ્પિરિટ, માનસિક સ્વાસ્થ્ય અને કર્મચારી જોડાણને પ્રોત્સાહન આપતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

સપ્તાહભરના કાર્યક્રમોમાં સમાવેશ થયો હતો:

– માનસિક સ્વાસ્થ્ય અને તણાવ નિયંત્રણ માટે યોગ અને ધ્યાન સત્રો

– નર્સિંગ સ્ટાફ વચ્ચે સંકલન અને સહકાર વધારવા મનોરંજક રમતો અને ટીમ બિલ્ડિંગ પ્રવૃત્તિઓ

– દર્દી કેન્દ્રિત અને કરુણાસભર સારવાર પ્રત્યેની પ્રતિબદ્ધતા પુનઃવ્યક્ત કરાવતો નર્સિંગ પ્રતિજ્ઞા કાર્યક્રમ

– નર્સિંગ પ્રોફેશનલ્સના યોગદાન અને સમર્પણ માટે સન્માન અને અભિનંદન કાર્યક્રમ

આ પ્રવૃત્તિઓ દ્વારા નર્સિંગ સ્ટાફને તેમની દૈનિક કામગીરીની બહાર એકબીજા સાથે જોડાવાનો અને ઉત્સાહભર્યું વાતાવરણ અનુભવાનો અવસર મળ્યો હતો, જેના કારણે ટીમ સ્પિરિટ અને પ્રશંસાની સંસ્કૃતિ વધુ મજબૂત બની હતી.

આ પ્રસંગે ડૉ. દુષ્યંત પટેલ એ જણાવ્યું હતું કે, “નર્સિસ આરોગ્યસેવાનો સાચો આધારસ્તંભ છે અને દરેક દર્દીના સ્વસ્થ થવાના પ્રવાસમાં તેમની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેમનું સમર્પણ, કરુણા અને ધૈર્ય દરરોજ અમને પ્રેરણા આપે છે. વોક્હાર્ટ હોસ્પિટલ્સ રાજકોટ ખાતે અમે નર્સિંગ સ્ટાફના વ્યાવસાયિક વિકાસ સાથે તેમના માનસિક અને વ્યક્તિગત સુખાકારીને પણ સમાન મહત્વ આપીએ છીએ.”

ઝાહાબિયા ખોરાકીવાલા, મેનેજિંગ ડિરેક્ટર, વોકહાર્ટ હોસ્પિટલ્સે જણાવ્યું, “વોકહાર્ટમાં અમારી નર્સિસ ગુણવત્તાસભર અને સતત આરોગ્યસેવા પૂરી પાડવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. અમે તેમના વ્યાવસાયિક વિકાસ માટે ગોઠવેલ તાલીમ, માર્ગદર્શન અને સતત શીખવાની તકોમાં રોકાણ કરવા પ્રતિબદ્ધ છીએ, સાથે જ તેમની સર્વાંગી સુખાકારીને પણ પ્રાથમિકતા આપીએ છીએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button