સોલાર યોજનાનો વ્યાપ વધારવા MGVCLની અનોખી પહેલ

સોલાર યોજનાનો વ્યાપ વધારવા MGVCLની અનોખી પહેલ
શિનોર પંથકમાં શેરી નાટક દ્વારા વીજ ગ્રાહકોને કરાયા જાગૃત
શિનોર તાલુકા મથક ,સાધલી અને અવાખલ ગામે એમજીવીસીએલ દ્વારા સોલાર યોજના નો વ્યાપ વધારવા વીજ ગ્રાહકો જાગૃત થાય તે માટે નાટક રૂપે તેના ફાયદાઓથી જાણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
શિનોર તાલુકા મથક નુ ગામ હોય વધુ વીજ ગ્રાહકો છે. તથા સાધલી અને અવાખલ મોટા ગામો છે, હાલમાં રાજ્ય સરકાર અને એમજીવીસીએલ દ્વારા સોલાર મફત વીજળી યોજના હેઠળ લોકો ને માહિતગાર કરવા કાર્યક્રમો યોજાય છે. તે અંતર્ગત આજે શિનોર MGVCL ના નાયબ ઈજનેર કુંદનસિંહ ની ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ શિનોરના ભરચક વિસ્તાર બસ સ્ટેન્ડ, સાધલી બસ સ્ટેન્ડ તથા અવાખલ ખાતે વીજ ગ્રાહકો ને જાગૃત કરવા માટે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નાયબ ઈજનેર કુંદનસિંહ દ્વારા સૌ વીજ ગ્રાહકો સોલાર લગાવે તો ગ્રાહકો ને આર્થિક બચત સાથે દેશ માં વીજળી ની પણ બચત થાય માટે મોડેલ વિલેજના 100 ટકા લક્ષ્ય ને પૂર્ણ કરવા સહભાગી થવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. તેમજ સામાન્ય માણસ ને પણ સમજણ પડે તે માટે નાટક સ્વરૂપે સોલાર રૂકટોપ યોજનાના ફાયદાઓ સમજાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગામના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વીજ ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા.
શિનોર તાલુકાના MGVCLસાથે સંકળાયેલ 33 ગામો માં 13000 ઉપરાંત સ્માર્ટ મીટર લાગી ગયા છે અને હવે માત્ર 4000 ગ્રાહકો સ્માર્ટ મીટરમાં બાકી રહ્યા છે, તે માટે શિનોર તાલુકો જિલ્લામાં પ્રશંશનીય બનેલ છે.



