અમદાવાદનું ગૌરવ: મનોદિવ્યાંગોના બેલી નિલેશ પંચાલને જયપુરમાં રાષ્ટ્રીય સ્તરે ‘લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ’ એનાયત

અમદાવાદનું ગૌરવ: મનોદિવ્યાંગોના બેલી નિલેશ પંચાલને જયપુરમાં રાષ્ટ્રીય સ્તરે ‘લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ’ એનાયત
હિન્દુસ્તાન બુક ઓફ રેકોર્ડ તરફથી જયપુર ખાતે” હિરોજ ઓફ ઇન્ડિયા”એવોર્ડ નું આયોજન કરવામાં આવેલ.
જેમાં દેશભરમાંથી વિભિન્ન ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કરનારા વ્યક્તિઓનું સન્માન રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવ્યું. શિક્ષણ, ધંધો, સમાજ સેવા ,સ્પોર્ટસ, આર્ટ, રિસર્ચ. સ્ટાર્ટઅપ અને કળા ક્ષેત્રે જોડાયેલ વ્યક્તિઓનાં બાયોડેટા મંગાવી ને પછી જયુરી રાઉન્ડ બાદ પસંદ કરવામાં આવેલ. આ વ્યક્તિઓએ તેમના કાર્યો થકી દેશમાં અને સમાજમાં હકારાત્મક પ્રભાવ પાડ્યો છે. એમનાં કાર્યો ને સમાજ સમક્ષ લાવવાનો આ પ્રયત્ન હતો.ગુજરાતના અમદાવાદ શહેરમાં નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટમાં મનોદિવ્યાંગજનો માટે સ્પેશિયલ એજ્યુકેટર તરીકે ફરજ બજાવતા શ્રી નિલેશ પંચાલને આ સ્ટેજ પરથી તેમની 33 વર્ષની મનોદિવ્યાંગતા ક્ષેત્રની ઉત્તમ કામગીરી બદલ હિરોઝ ઓફ ઇન્ડીયા નો લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ ,સમાજ સેવા કેટેગરી અંતર્ગત પ્રદાન કરવામાં આવ્યો હતો. આમ,એમણે શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું હતું .



