અશાંતધારા બાબતે કલેક્ટર તથા પોલીસ કમિશનરને સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા આવેદન અપાયું..

અશાંતધારા બાબતે કલેક્ટર તથા પોલીસ કમિશનરને સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા આવેદન અપાયું
કાયદાની આંટીઘૂંટીમાં અરજદારો અટવાય રહ્યાં છે અને અધિકારીઓ દ્વારા વકીલોને કોઈ જવાબ નહીં આપતા હોવાની રજૂવાત કરવામાં આવી..
સુરત : અશાંતધારા પરવાનગી અંગે છેલ્લા કેટલાક મહિનાઓથી સુરત પોલીસ કમિશનર કચેરીઓમાં પેન્ડિંગ કેસોના તાત્કાલિક નિકાલ થાય તેમજ રાજકીય નેતાઓને દબાણ વશ નહીં બલ્કે કાયદાની જોગવાઈઓ અનુસાર પરવાનગીઓ મળે તે હેતુસર આજરોજ સુરત જીલ્લા બાર કાઉન્સિલ પ્રમુખ ઉદય પટેલ, ઉપપ્રમુખ સંજય પટેલ તથા અંશાતધારા કમિટિના કન્વીનર સચિન પટેલ, દેવાંગ ઘાસવાલા કેયુર મોદી તથા કારોબારી સભ્યોની ટીમએ સુરત શહેર પોલીસ કમિશનર તથા જીલ્લા કલેકટર સાહેબને લેખિત આવેદન પાઠવ્યું હતું.
સુરત જિલ્લા કલેકટર તથા પોલીસ કમિશનર સુરતનાઓએ વકીલોની રજૂઆત સાંભળતા જણાવ્યું હતું કે આવનારા સમયમાં અશાંતધારા બાબતે વકીલો સાથે મુલાકાત લઈ તેનું નિરાકરણ લાવવાની કોશિશ કરવામાં આવશે.
બીજું બાજુ વકીલોએ પણ જણાવ્યું હતું કે, જો આવનારા દિવસોમાં આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં ન આવે તો સુરત જીલ્લા વકીલ મંડળ તરફથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.
વધુમાં, ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય પ્રીતિબેન જોષી, ભાવેશ રબારી તથા હિતેષ પટેલનાઓએ કલેક્ટર સાહેબ સમક્ષ ઈસ્ટેમ્પ પેપર ને લઈ જાહેર જનતા હાલાકી ભોગવી રહ્યું છે જેથી નોટરી એડવોકેટને ઈસ્ટેમ્પ પેપરના લાયસન્સ મળે તે અંગે આવેદન પાઠવવામાં આવ્યુ તેમજ પોલીસ કમિશ્નર સમક્ષ કેટલાક કેસોમાં કેટલાક પોલીસ અધિકારીઓ દ્વારા ફરીયાદી ઉપર ખોટી રીતે દબાણ ઉભું કરવાના આશયથી આરોપીની સાથે સાંઠગાઠમાં ખોટી ફરીયાદો કરાવી ફરીયાદીને હેરાન કરવામાં આવે છે તદુપરાંત (૧) વકીલોની સુરક્ષા અને સ્વતંત્રતા (૨) પોલીસ સ્ટેશનમાં ક્રોસ કમ્પલેઈન (૩) મુળ કેસની ગંભીરતા ઘટવી (૪) તપાસમાં વિલંબ જેવા પ્રશ્નોના નિવારણ અંગે સુરત જીલ્લા બાર કાઉન્સિલ એસોસિએશન સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.



