ગુજરાત

મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ‘ફાધર્સ ડે’ની ભવ્ય ઉજવણી

મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ‘ફાધર્સ ડે’ની ભવ્ય ઉજવણી
વિદ્યાર્થીઓએ રંગારંગ કૃતિઓ રજૂ કરી પિતા પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો
દાંડી રોડ પર આવેલી મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલમાં શનિવારે ફાધર્સ ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પોતાના પિતા પ્રત્યે સન્માન અને પ્રેમ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં આકર્ષક નૃત્ય પ્રસ્તુતિઓ, ગીતો, મનોરંજક રમતો અને અન્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા સંચાલકોએ હાજર રહેલા તમામ પિતાઓને ફાધર્સ ડેની શુભેચ્છાઓ પાઠવી અને તેમના બાળકોના જીવનમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ જય જરીવાલા અને પ્રમોદ જાંગિડ ઉપરાંત અગ્રવાલ એજ્યુકેશન ફાઉન્ડેશનના પ્રમુખ અશોક ટિબરેવાલ, ઉપપ્રમુખ સુભાષ અગ્રવાલ, સેક્રેટરી અજય અગ્રવાલ, ગિરીશ મિત્તલ વગેરે હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button