સ્પોર્ટ્સ

સુરત જિલ્લા પાવરલિફ્ટિંગમાં વાલ્મિકી સમાજના સંદીપ સોલંકીએ બ્રોન્ઝ મેડલ જીત્યો: રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પસંદગી

સુરત જિલ્લા પાવરલિફ્ટિંગમાં વાલ્મિકી સમાજના સંદીપ સોલંકીએ બ્રોન્ઝ મેડલ જીત્યો: રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પસંદગી
સુરત: સુરત જિલ્લા પાવરલિફ્ટિંગ એસોસિએશન દ્વારા ગત તા. ૨૧/૦૬/૨૦૨૬, રવિવારના રોજ શ્રી બાલાજી વ્યાયામ મંદિર, ગોપીપુરા ખાતે ‘સુરત જિલ્લા ભાઈઓ અને બહેનોની પાવરલિફ્ટિંગ ડેડ લિફ્ટ અને બેન્ચ પ્રેસ ૨૦૨૬’ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વાલ્મિકી સમાજના યુવાન સંદીપ બી. સોલંકીએ શાનદાર પ્રદર્શન કરીને સમાજનું ગૌરવ વધાર્યું છે.
સંદીપ સોલંકીએ સિનિયર ભાઈઓની કેટેગરીમાં ૫૯ કિલોગ્રામ વજન ગ્રુપમાં ભાગ લીધો હતો. તેમણે પોતાની તાકાત અને કૌશલ્યનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા બેન્ચપ્રેસ સ્પર્ધામાં ૮૦ કિલોગ્રામ વજન સફળતાપૂર્વક ઉંચકીને બ્રોન્સ મેડલ (કાંસ્ય ચંદ્રક) પોતાના નામે કર્યો હતો.
આ સફળતાની સાથે જ આગામી સમયમાં રુસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે યોજાનારી ‘ગુજરાત રાજ્ય પાવરલિફ્ટિંગ, બેંચપ્રેસ અને ડેડ લિફ્ટ સ્પર્ધા ૨૦૨૬’ માટે સુરત જિલ્લાની ટીમમાં તેમની સત્તાવાર પસંદગી કરવામાં આવી છે. સંદીપની આ સિદ્ધિ બદલ વાલ્મિકી સમાજના અગ્રણીઓ અને સ્નેહીજનોમાં ભારે હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. સમાજના આગેવાનોએ તેમને ઉત્સાહપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને તેઓ રાજ્ય કક્ષાની આગામી સ્પર્ધામાં પણ ઝળહળતો મેડલ મેળવીને વાલ્મિકી સમાજ તેમજ સુરત શહેરનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
00000

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button