ગુજરાત

અમદાવાદ ભાજપ લઘુમતી મોરચા દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા વિતરણ

અમદાવાદ ભાજપ લઘુમતી મોરચા દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા વિતરણ
પ્રેરણાદાયી મોટીવેશનલ સ્પીચ અને ડ્રોઇંગ સ્પર્ધાનું આયોજન
અમદાવાદ : ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા, અમદાવાદ મહાનગર દ્વારા આજે નાના અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રોત્સાહન પૂરું પાડવાના ઉમદા આશયથી વિનામૂલ્યે ચોપડા વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને શિક્ષણમાં મદદરૂપ થવાનો હતો.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી નહીનભાઈ કાઝી, ઉપપ્રમુખ શ્રી વહાબ ખાન પઠાણ, કર્ણાવતી મહાનગરના મહામંત્રી શ્રી ઉમંગભાઈ નાયક, તેમજ ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રી શ્રી ઝૈનુલ અન્સારી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ લઘુમતી મોરચા કર્ણાવતી મહાનગરની સમગ્ર ટીમ અને મોટી સંખ્યામાં સક્રિય કાર્યકર્તાઓએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ચોપડા વિતરણ ઉપરાંત બાળકોની સર્જનાત્મકતા ખીલવવા માટે એક સુંદર ડ્રોઇંગ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જાણીતા વક્તા શ્રી સતીશભાઈ શાહ દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આગળ વધવા માટે એક અત્યંત પ્રેરણાદાયી મોટીવેશનલ સ્પીચ આપવામાં આવી હતી, જેને બાળકો અને વાલીઓએ ભારે ઉત્સાહથી આવકારી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button