ફ્લિપકાર્ટમાં ફૂડ અને ન્યુટ્રિશન કેટેગરીમાં 50 ટકા વૃદ્ધિ જોવાઈ, જેન ઝી અને ભારતના ગ્રાહકો ફૂડ કોમર્સની નવી દિશા નક્કી કરી રહ્યા છે

ફ્લિપકાર્ટમાં ફૂડ અને ન્યુટ્રિશન કેટેગરીમાં 50 ટકા વૃદ્ધિ જોવાઈ, જેન ઝી અને ભારતના ગ્રાહકો ફૂડ કોમર્સની નવી દિશા નક્કી કરી રહ્યા છે
બેંગાલુરુ : ભારતના સ્વદેશી ઇ-કોમર્સ માર્કેટપ્લેસ ફ્લિપકાર્ટે આજે જાહેરાત કરી હતી કે તેની ફૂડ અને ન્યુટ્રિશન કેટેગરીમાં વાર્ષિક ધોરણે 50 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. આ વૃદ્ધિમાં જેન ઝીના ગ્રાહકો તેમજ ધુલિયા, ઇમ્ફાલ, ધારવાડ, ઉજ્જૈન, હુબલી, મીરગંજ અને લાહરપુર સહિતના ટિયર-2 અને તેનાથી આગળના શહેરોના ગ્રાહકોનો સૌથી મોટો ફાળો રહ્યો છે. ક્વિક કોમર્સ પણ આ વૃદ્ધિમાં મહત્વપૂર્ણ સાબિત થયું છે, જેમાં ફ્લિપકાર્ટ મિનિટ્સનો કુલ માંગમાં 25 ટકા ફાળો રહ્યો છે. યુવા ગ્રાહકો હવે વિવિધ રેસીપી, કન્ટેન્ટ ક્રિએટર્સની ભલામણો અને વેલનેસ ટ્રેન્ડ્સથી પ્રેરાઈને નવી ફૂડ પ્રોડક્ટ્સ શોધી રહ્યા છે. બીજી તરફ, મહાનગરો બહારના ગ્રાહકો પણ વધુ રસોઈ માટેની જરૂરી સ્વાસ્થ્યપ્રદવસ્તુઓ અને આધુનિક ન્યૂટ્રિશન પ્રોડક્ટ્સને ઝડપથી અપનાવી રહ્યા છે. ફ્લિપકાર્ટ ફૂડ ફેસ્ટ 2026ની ત્રીજી એડિશનમાં પણ આ વૃદ્ધિ જોવા મળી હતી, જેમાં 50થી વધુ અગ્રણી બ્રાન્ડ્સ તેમજ 1,000થી વધુ કન્ટેન્ટ ક્રિએટર્સ અને ફરાહ ખાન, શેફ કુણાલ કપૂર અને શેફ રણવીર બ્રાર સહિતના સેલિબ્રિટી શેફ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય ગ્રાહકોની બદલાતી ખાદ્ય પસંદગી: સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી જીવનશૈલી તરફનો બદલાવ
જેન ઝી ગ્રાહકોમાં વાર્ષિક ધોરણે 60 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. પ્રોટીન ઓટ્સ, હાઈ પ્રોટીન પીનટ બટર, ગૌરમે ચોકલેટ્સ અને પ્રોટીન મુસળી જેવી પ્રોડક્ટ્સની સૌથી વધુ માંગ જોવા મળી રહી છે. કપ્પા નૂડલ્સ અને ચિપ્સ જેવા કોરિયન-ફ્લેવર્ડ સ્નેક્સ ઝડપથી લોકપ્રિય બની રહેલી કેટેગરી તરીકે ઉભરી આવ્યા છે. ખાસ કરીને બેંગાલુરુ અને નવી દિલ્હી જેવા શહેરી વિસ્તારોમાં તેની માંગ વધુ જોવા મળી રહી છે. પુરુષ ગ્રાહકોમાં નટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ, ચોકલેટ્સ તેમજ જામ અને સ્પ્રેડ્સની માંગ વધી રહી છે, જ્યારે મહિલા ગ્રાહકો વધુ પ્રમાણમાં વેલ્યુ-એડેડ ટી, કોફી અને ખાઈ શકાય તેવા સીડ્સ (બીજ) પોતાની ખરીદીમાં સામેલ કરી રહી છે. તેના કારણે ફંક્શનલ ન્યૂટ્રિશન, પ્રીમિયમ સ્નેકિંગ અને રોજિંદા સ્વાસ્થ્યને સુધારતી પ્રોડક્ટ્સની માંગમાં વધારો થઈ રહ્યો છે.
ભારતના વિવિધ શહેરો અને નગરોના ગ્રાહકો વધુ સ્વાસ્થ્યપ્રદ વિકલ્પો પસંદ કરી રહ્યા છે, જેના કારણે કોલ્ડ-પ્રેસ્ડ ઓઇલ, ઓલિવ ઓઇલ, પ્રોટીન ઓટ્સ, પ્રોટીન મુસળી, પ્રીમિયમ ડ્રાય ફ્રૂટ્સ, અસલી ઘી અને ખજૂરની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં આ પ્રોડક્ટ્સ માટેના સર્ચમાં 80 ટકા વૃદ્ધિ નોંધાઈ છે, જે દર્શાવે છે કે ટિયર-2 અને ટિયર-3 ભારતના ગ્રાહકો હવે વધુ સક્રિય રીતે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી રહ્યા છે.
ફ્લિપકાર્ટના કન્ઝ્યુમેબલ્સ (એફએમસીજી અને જનરલ મર્ચેન્ડાઇઝ) ના વાઇસ પ્રેસિડેન્ટ નિશાંત દલાલે જણાવ્યું હતું કે, “ભારતમાં હવે ખોરાક માત્ર રોજિંદી જરૂરિયાત પૂરતો મર્યાદિત રહ્યો નથી. તે હવે સ્વાસ્થ્ય, વ્યક્તિગત ઓળખ અને નવી વસ્તુઓ શોધવાની પસંદગીની અભિવ્યક્તિ બની રહ્યો છે. મહાનગરો તેમજ ભારતના અન્ય શહેરોના ગ્રાહકો હવે શું ખાય છે તે અંગે વધુ જાગૃત નિર્ણય લઈ રહ્યા છે. ડિજિટલ કોમર્સના કારણે વધુ સારી ગુણવત્તાવાળા ખાદ્ય વિકલ્પો પહેલાં કરતાં વધુ પરિવારો સુધી પહોંચી રહ્યા છે. ફ્લિપકાર્ટમાં અમે એવી ઇકોસિસ્ટમ ઊભી કરી રહ્યા છીએ, જ્યાં દરેક સાઇઝની બ્રાન્ડ્સ વિકાસ કરી શકે, ક્રિએટર્સ નવી પ્રોડક્ટ્સ શોધવાની પ્રેરણા આપી શકે અને ગ્રાહકો પોતાની બદલાતી જીવનશૈલીને અનુરૂપ પ્રોડક્ટ્સ વિશ્વાસપૂર્વક પસંદ કરી શકે.”
ફૂડ ફેસ્ટ 3.0: ભારતની ખાદ્ય સફરની ઉજવણી
આ બદલાતા ટ્રેન્ડ્સને રજૂ કરવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં 50થી વધુ અગ્રણી ફૂડ અને બેવરેજ બ્રાન્ડ્સ, 1,000થી વધુ ક્રિએટર્સ અને ઇન્ફ્લુએન્સર્સ તેમજ ફરાહ ખાન, શેફ કુણાલ કપૂર, શેફ રણવીર બ્રાર, સુનીલ ગ્રોવર, ગૌરવ કપૂર, આદિત્ય કુલશ્રેષ્ઠ અને વંશિકા ખુરાના જેવી જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો. બે દિવસ ચાલેલા આ ફેસ્ટિવલમાં 10થી વધુ નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવી હતી. ઉપરાંત બ્રાન્ડ્સના વિશિષ્ટ અનુભવ અને ચોકોલેન્ડ, બ્રેકફાસ્ટ ઝોન, ગૌરમે, બેવરેજીસ તથા કિચન સ્ટેપલ્સ જેવા વિશેષ ઝોન પણ તૈયાર કરવામાં આવ્યા હતા. હેપ્પિલો, અન્વેષણ, ફાર્મલી, ફરેરો રોશર, આઈટીસીની રાઇટ શિફ્ટ, યોગાબાર, વન્ડરલેન્ડ, કેલોગ્ઝ, લ્યુવિટ, અલ્પિનો અને શુગરફ્રી ડી’લાઇટ જેવી બ્રાન્ડ્સે નવી પ્રોડક્ટ્સ રજૂ કરી હતી, જ્યારે મોન્ડેલેઝ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ડાબર, ફોર્ચ્યુન અને માયફિટનેસ જેવી અગ્રણી એફએમસીજી કંપનીઓએ નવીન પ્રોડક્ટ્સ રજૂ કરી હતી. સાથે જ ઝડપથી વિકસી રહેલી ડીટુસી બ્રાન્ડ્સે પણ પોતાની નવી પ્રોડક્ટ્સ રજૂ કરી હતી.
ફ્લિપકાર્ટ ફૂડ ફેસ્ટની શરૂઆત 7 અને 8 જુલાઈએ આયોજિત ઓફલાઇન કાર્યક્રમથી થઈ હતી. ત્યારબાદ 7થી 15 જુલાઈ દરમિયાન એપ પર વિશેષ સેલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મર્યાદિત સમય માટે આકર્ષક ઓફર્સ, પસંદગીની પ્રોડક્ટ્સના વિશેષ કલેક્શન અને નવી બ્રાન્ડ્સના લોન્ચ સાથે ભારતભરના ગ્રાહકોને ખરીદીની અનોખી તક આપવામાં આવી રહી છે.



