ગુજરાત

દશેરાએ શ્રી દુર્ગા માતા દોડનું ભવ્ય સમાપન, ૧૨૦૦થી વધુ ધર્મવીરો-ધર્મવીરાંગનાઓ જોડાયાં

દશેરાએ શ્રી દુર્ગા માતા દોડનું ભવ્ય સમાપન, ૧૨૦૦થી વધુ ધર્મવીરો-ધર્મવીરાંગનાઓ જોડાયાં
સુરત: નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા દ્વારા આયોજિત શ્રી દુર્ગા માતા દોડનું દશેરાના પાવન પર્વે પાંડેસરા કોમ્યુનિટી હોલ ખાતે ભવ્ય સમાપન થયું હતું. આ પ્રસંગે કન્યા પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સંસ્થાના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે નવરાત્રિના નવ દિવસ દરમિયાન સુરતના ઉધના, પાંડેસરા, ડિંડોલી અને લિંબાયત વિસ્તારોમાં વહેલી સવારે ધર્મધ્વજા અને જનજાગૃતિની મશાલ સાથે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપક્રમ દ્વારા માતા ભગવતીની આરાધના સાથે સમાજમાં ધાર્મિક જાગૃતિ, એકતા અને સંગઠનનો સંદેશ આપવામાં આવ્યો હતો.
દશેરાના પાવન પર્વે યોજાયેલા સમાપન કાર્યક્રમમાં ૧૨૦૦થી વધુ ધર્મવીરો અને ધર્મવીરાંગનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે કન્યા પૂજન કરી કન્યાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ભારતીય સંસ્કૃતિમાં નારીશક્તિ તથા કન્યાઓના મહત્ત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે, લવ જેહાદમુક્ત ભારતનું નિર્માણ થાય, સનાતન સમાજ સંગઠિત બને અને ભારતના નવનિર્માણના સંકલ્પને બળ મળે, એવા હેતુ સાથે શ્રી દુર્ગા માતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
આશિષ સૂર્યવંશીએ વધુમાં જણાવ્યું હતું કે નવ દિવસીય આ ઉપક્રમે ધાર્મિક આસ્થા સાથે સામાજિક જાગૃતિ, એકતા અને સંગઠિત સનાતન સમાજનો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button