ગણદેવીના ધોલાઈ બંદર ખાતે સરકારી જમીન પરના ૩૪ જેટલા દબાણો દબાણકર્તાઓએ સ્વખર્ચે દૂર કર્યા

ગણદેવીના ધોલાઈ બંદર ખાતે સરકારી જમીન પરના ૩૪ જેટલા દબાણો દબાણકર્તાઓએ સ્વખર્ચે દૂર કર્યા
જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ સરકારી જમીનો પરના અનધિકૃત દબાણો દૂર કરવાની ઝુંબેશ તેજ
નવસારી: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા નજીક આવેલા ધોલાઈ બંદર ખાતે સરકારી જમીન પર કરવામાં આવેલા અનધિકૃત દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી અને ગણદેવી મામલતદાર દ્વારા સરકારી જમીનો પરના દબાણો દૂર કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
આ ઝુંબેશ અંતર્ગત ધોલાઈ બંદર ખાતે સરકારી જમીન પર અનધિકૃત રીતે દબાણ કરનારા અંદાજે ૩૪ જેટલા દબાણકર્તાઓને ગણદેવી મામલતદાર દ્વારા કલમ-૬૧ હેઠળ તા.૨૯મી સપ્ટેમ્બરના રોજ પ્રથમ નોટીસ ત્યારબાદ તા.૮, ૧૬ અને ૨૬મી ઓક્ટોબરના રોજ નોટીસો આપીને મુદત આપવામાં આવી હતી. વહીવટી તંત્રની કાર્યવાહી બાદ દબાણકર્તાઓએ પોતાના ખર્ચે સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કર્યા હતા.
આજરોજ પ્રાંત અધિકારીશ્રી દ્વારા સંબંધિત સ્થળની સંયુક્ત મુલાકાત લઈ દબાણો દૂર કરવાની કામગીરીની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. સરકારી જમીનોનું રક્ષણ થાય અને જાહેર હિત જળવાઈ રહે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા અનધિકૃત દબાણો સામે આવી કાર્યવાહી સતત હાથ ધરવામાં આવી રહી છે.



