જગદીશભાઈ ભુવાજી દ્વારા શ્રી ભાથુજી મહારાજનો બે દિવસનો ભંડારો તથા નવચંડી યજ્ઞનું આયોજન

✍🏻હસમુખ પટેલ સાધલી
ગુજરાતના કાશી ગણાતા કાયાવરોહણ મહાતીર્થ મુકામે તારીખ 25 અને તારીખ 26 નવેમ્બર 2026 ,બે દિવસ ભુવાજી જગદીશભાઈ દ્વારા શ્રી ભાથુજી મહારાજનો ભંડાર તથા નવચંડી યજ્ઞ સાથે ભજન સંધ્યા અને ડાયરા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટ્યા હતા.
કાયાવરોહણ મુકામે રેલવે સ્ટેશન રોડ ઉપર બજારમાં આવેલા શ્રી ભાથુજી મહારાજ મંદિર મુકામે ભુવાજી જગદીશભાઈ દ્વારા શ્રી ભાથુજી મહારાજનો ભંડારો તથા નવચંડી યજ્ઞનું બે દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 25 નવેમ્બર 2026 બુધવારે બપોરે 12:00 કલાકે ભાથુજી મહારાજ સમક્ષ ભવ્ય અન્નકૂટ યોજવામાં આવ્યો હતો અને રાત્રે 9:00 કલાકે ભજન સંધ્યા ની રમઝટમાં લોકો ભાવવિભોર બન્યા હતા. તારીખ 26 નવેમ્બર 2026 ગુરુવારે સવારે 8:45 કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને 5:00 કલાકે મહા આરતી સાથે શ્રીફળ હોમાયું હતું અને ત્યારબાદ મહાપ્રસાદીનો 3500 ઉપરાંત ભક્તોએ લાભ લીધો હતો. રાત્રે 9:00 કલાકે લોક ગાયકોનો ભવ્ય ડાયરો યોજાયો હતો ,જેમાં મોડી રાત્રી સુધી ભક્તો ડાયરાના રસમાં તરબોળ થયા હતા. ભુવાજી જગદીશભાઈએ આ પ્રસંગે પધારેલા તમામ ભક્તો તથા આમંત્રિતનો આભાર વ્યક્ત કર્યો હતો.



