સ્પોર્ટ્સ

યજમાન અમેરિકાએ કેનેડાને સાત વિકેટથી હરાવીને T20 વર્લ્ડ કપમાં  અભિયાનની શાનદાર શરૂઆત કરી 

યજમાન અમેરિકાએ કેનેડાને સાત વિકેટથી હરાવીને T20 વર્લ્ડ કપમાં  અભિયાનની શાનદાર શરૂઆત કરી 

ડલાસઃ જોન્સની અણનમ 94 રનની ઇનિંગની મદદથી સહ યજમાન અમેરિકાએ ગ્રુપ A મેચમાં કેનેડાને સાત વિકેટે હરાવ્યું હતું. T20 વર્લ્ડ કપમાં તેના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. પ્રથમ બેટિંગ કરતા કેનેડાએ 5 વિકેટે 194 રન બનાવ્યા હતા. જવાબમાં અમેરિકાએ એન્ડ્રુ ગૌસના 65 રન અને જોન્સ દ્વારા 40 બોલમાં રમાયેલી 94 રનની ઈનિંગની મદદથી 17.4 ઓવરમાં ત્રણ વિકેટે 197 રન બનાવીને જીત મેળવી હતી. જોન્સે પોતાની આ તોફાની ઇનિંગમાં 10 સિક્સર અને 4 ફોર ફટકારીને ગેલના 29 વર્ષના જમણા હાથના બેટ્સમેન એરોન જોન્સે પણ એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. વાસ્તવમાં, હવે જોન્સ ટી-20 વર્લ્ડ કપની મેચમાં સૌથી વધુ 10 સિક્સર મારનાર સહયોગી ટીમનો પહેલો બેટ્સમેન બની ગયો છે. આટલું જ નહીં તેણે વર્લ્ડ કપની ડેબ્યૂ મેચમાં 10 સિક્સર ફટકારીને ક્રિસ ગેલના રેકોર્ડની પણ બરાબરી કરી હતી. ક્રિસ ગેલે 2007 ની શરૂઆતની આવૃત્તિમાં જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે 57 બોલમાં 117 રનની ઈનિંગ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. કેનેડા માટે પ્રથમ બેટિંગ કરનાર નવનીત ધાલીવાલ (61) અને એરોન જોહ્ન્સન (31) એ  મેચમાં ટોસ હારીને આક્રમક શરૂઆત કરી હતી. આ પછી નિકોલસ કિર્ટને 31 બોલમાં 51 રન બનાવી પડકારજનક સ્કોર સુધી પહોંચાડ્યો હતો. જો કે, અમેરિકાને લક્ષ્ય સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button