અમરપુરી આશ્રમ બાસણા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
અમરપુરી આશ્રમ બાસણા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
સાંસદ શ્રી હરિભાઈ પટેલ દ્વારા રક્તદાન કેમ્પનો શુભારંભ કરાયો
જરૂરત મંદોને રક્તની જરૂર પૂરી થાય તે માટે સમસ્ત બાસણા ગામ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સારું વ્યવસ્થા કરવામાં આવી છે – સાંસદ હરિભાઈ પટેલ
આજરોજ અમરપુરી મહારાજ આશ્રમ બાસણા ખાતે સમસ્ત બાસણા ગામ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો શુભારંભ મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે સાંસદ શ્રી હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે આજુબાજુ વિસ્તારના લોકોને સરળતાથી રક્ત મળી રહે તે માટે GMERS અને આવી સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર તેમજ સમસ્ત બાસણા ગામ વતી થી આ સુચારું વયવસ્થા કરવામાં આવી છે. તેમાં આજના નવ યુવાનો તેમજ વડીલો પણ રક્ત આપીને આ મહાદાન કરી રહ્યા છે. તેમજ મોટી હોસ્પિટલોમાં રક્તને પહોંચી વળવા માટે પહેલા ત્યાં જ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ અત્યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં જરૂરિયાત મંદોને રક્તની ઉણપ ન સર્જાય તે માટેનું આ બ્લડ કેમ્પ થકી આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત તેમણે તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમાજમાં રક્તદાનએ મહાદાન છે અને રકતદાન કરવું જ જોઈએ જેથી જરૂરિયાતમંદ લોકોને નવું જીવન આપી શકાય.