વેસુ ખાતે છઠ પર્વે ભક્તોએ અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું
વેસુ ખાતે છઠ પર્વે ભક્તોએ અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું
વેસુ વેલ્ફેર એસોસિએશન અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌજન્યથી વેસુના રાવણ દહન ગ્રાઉન્ડમાં કૃત્રિમ તળાવ બનાવીને છઠ ભક્તો છઠ મૈયાની પૂજા કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ભારતમાતીની જયના નાદ સાથે કરાયા બાદ છઠ માતાની આરતી સાથે કરાઈ હતી.
વેસુ વેલ્ફેર એસોસિએશનના મનીષ જગનાનીએ જણાવ્યું હતું કે આ પ્રસંગે ગુરુવારે સાંજે હજારો છઠ પૂજા ભક્તોએ તેમના પરિવારો સાથે વેસુમાં બનાવેલા કૃત્રિમ તળાવમાં અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું હતું. શુક્રવારે સવારે પણ સૌ કોઈ સૂર્યોદયની પ્રાર્થના કરશે. આ પ્રસંગે વેસુ વેલ્ફેર એસોસિએશનના કાર્યકરોએ સુંદર વ્યવસ્થા કરી હતી. પચાસથી વધુ કાર્યકરોએ સંપૂર્ણ વ્યવસ્થા સંભાળી હતી. આ કાર્યક્રમમાં વેસુ, અલથાણ અને આસપાસના વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા.