સેન્ટર ફોર સાઇટ ઉજવે છે શ્રેષ્ઠતાના 30 વર્ષ

સેન્ટર ફોર સાઇટ ઉજવે છે શ્રેષ્ઠતાના 30 વર્ષ
સુરતમાં છેલ્લા 5 વર્ષથી અદ્યતન વિઝન કરેકશન અને સંપૂર્ણ આંખોની સારવાર સેવાઓ પૂરી પાડે છે
સુરત : આંખોની સારવાર ક્ષેત્રમાં શ્રેષ્ઠતાના 30 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે, સેન્ટર ફોર સાઇટ ગ્રુપ ઓફ આઈ હોસ્પિટલ્સે તેના સુરત કેન્દ્ર ખાતે “એડવાન્સિંગ રિફ્રેક્ટિવ કેર એન્ડ સેન્ટર એક્સેલન્સ” વિષય પર જનજાગૃતિ તથા ઇન્ટરએક્ટિવ સત્રનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં આંખના નિષ્ણાતો, દર્દીઓ તથા સમુદાયના સભ્યોએ ભાગ લીધો અને વિઝન કરેકશન તથા સમગ્ર આંખોની સંભાળ ક્ષેત્રમાં થયેલી નવીનતમ પ્રગતિ પર ચર્ચા કરી. જ્યાં સેન્ટર ફોર સાઇટ દેશભરમાં તેના ત્રણ દાયકાની સિદ્ધિઓ ઉજવી રહ્યું છે, ત્યારે સિટી લાઈટ મેઇન રોડ અને રાંદેર રોડ ખાતે આવેલ સુરત કેન્દ્ર દક્ષિણ ગુજરાતમાં સેવાના 5 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગની ઉજવણી કરી રહ્યા છે. સત્ર દરમિયાન નિષ્ણાતોએ રિફ્રેક્ટિવ સર્જરીના વિકાસ અને દર્દીઓના જીવનસ્તરને સુધારવામાં અદ્યતન વિઝન કરેકશન ટેક્નોલોજીની વધતી ભૂમિકાની ચર્ચા કરી. વર્ષો જતા સેન્ટર ફોર સાઇટ સુરતએ સંપૂર્ણ આંખોની સારવાર માટે એક વિશ્વસનીય કેન્દ્ર તરીકે પોતાની ઓળખ બનાવી છે અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર SILK ટેક્નોલોજી જેવી નવીનત્તમ રિફ્રેક્ટિવ પ્રક્રિયાની પદ્ધતિ અપનાવી અગ્રણીની ભૂમિકા મજબૂત કરી છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં વિદ્યાર્થીઓ, કામકાજી વ્યાવસાયિકો અને ચશ્મા કે કોન્ટેક્ટ લેન્સ પરની નિર્ભરતા દૂર કરવા ઇચ્છુક લોકોમાં આધુનિક રિફ્રેક્ટિવ સર્જરીની માંગ સતત વધી રહી છે. આ બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર SILK, ફેમ્ટો LASIK, ICL અને PRK સહિતની તમામ અદ્યતન વિઝન કરેકશન પ્રક્રિયાઓ ઉપલબ્ધ કરાવે છે, જેથી દરેક દર્દીની આંખોની સ્થિતિ, જીવનશૈલી અને દૃષ્ટિ સંબંધિત જરૂરિયાતોને અનુરૂપ વ્યક્તિગત સારવાર આપી શકાય.
SILK ટેક્નોલોજી લેઝર વિઝન કરેકશનમાં નવીનત્તમ પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે. આ એક મિનિમલી ઇનવેસિવ પ્રક્રિયા છે, જે વધુ ચોકસાઈ, વધારે આરામ અને ઝડપી દૃષ્ટિ પુનઃપ્રાપ્તિ આપે છે. સેન્ટર ફોર સાઇટ SILK સર્જરી ક્ષેત્રમાં વૈશ્વિક આગેવાનોમાં સામેલ છે અને અદ્યતન ટેક્નોલોજી તથા ક્લિનિકલ કુશળતા દ્વારા રિફ્રેક્ટિવ આંખોની સારવારને આગળ ધપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
ડૉ. પરેશ એમ. વૈદ્ય, મેડિકલ ડિરેક્ટર, સેન્ટર ફોર સાઇટ, સુરત, દક્ષિણ ગુજરાતના અગ્રણી કૅટરેક્ટ અને રિફ્રેક્ટિવ સર્જનમાંના એક છે તેમને આ ક્ષેત્રમાં 30 વર્ષથી વધુનો અનુભવ છે. છેલ્લા લગભગ ત્રણ દાયકાથી LASIK સર્જરી કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં 22,000 કરતાં વધુ સફળ સર્જરી કરી છે.
આ પ્રસંગે ડૉ. પરેશ એમ. વૈદ્યએ જણાવ્યું: “આજના દર્દીઓની અપેક્ષાઓમાં પહેલા કરતાં ઘણો ફેરફાર આવી ગયો છે. તેઓ સચોટ, સુરક્ષિત અને વ્યક્તિગત વિઝન કરેકશનના ઉકેલ ઇચ્છે છે, જે તેમની જીવનશૈલી અને લાંબા ગાળાના દૃષ્ટિ લક્ષ્યો સાથે સુસંગત હોય. છેલ્લા ત્રણ દાયકામાં રિફ્રેક્ટિવ સર્જરીના વિકાસને નજીકથી જોયા બાદ, મને ખાતરી છે કે SILK જેવી ટેક્નોલોજી ભવિષ્યની નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે, જે ઉત્તમ પરિણામો સાથે અત્યંત વ્યક્તિગત સારવારનો અનુભવ આપે છે.
સેન્ટર ફોર સાઇટમાં અમારી પ્રતિબદ્ધતા માત્ર રિફ્રેક્ટિવ સર્જરી સુધી મર્યાદિત નથી. SILK જેવી અદ્યતન ટેક્નોલોજી અપનાવવા ઉપરાંત, અમારું મુખ્ય લક્ષ્ય એક જ છત હેઠળ સંપૂર્ણ આંખોની સારવાર ઉપલબ્ધ કરાવવાનું છે. કૅટરેક્ટ, રેટિના, ગ્લુકોમા, કોર્નિયા, પીડિયાટ્રિક ઑપ્થેલ્મોલોજી કે એડવાન્સ્ડ વિઝન કરેકશન — દક્ષિણ ગુજરાતના દર્દીઓને હવે તેમના નજીક વિશ્વસ્તરીય સારવાર ઉપલબ્ધ છે. આ પ્રસંગે LASIK અને SILK સર્જરી કરાવેલા દર્દીઓએ પણ પોતાના અનુભવ શેર કર્યા અને વિઝન કરેકશન સર્જરીથી તેમના જીવનમાં આવેલા સકારાત્મક ફેરફારો માટે આભાર વ્યક્ત કર્યો. ઘણા દર્દીઓએ વર્ષો સુધી ચશ્મા અને કોન્ટેક્ટ લેન્સ પર નિર્ભર રહ્યા પછી પ્રાપ્ત થયેલી સ્વતંત્રતાનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે સુધારેલી દૃષ્ટિએ તેમના આત્મવિશ્વાસ, સુવિધા, વ્યવસાયિક કામગીરી અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કર્યો છે.
રિફ્રેક્ટિવ સર્જરી સિવાય, સેન્ટર ફોર સાઇટ સુરત કૅટરેક્ટ, રેટિના, ગ્લુકોમા, કોર્નિયા, પીડિયાટ્રિક ઑપ્થેલ્મોલોજી, સ્ક્વિન્ટ, ડ્રાય આઈ, ઑક્યુલોપ્લાસ્ટી તેમજ અદ્યતન ડાયગ્નોસ્ટિક સેવાઓ સહિત આંખોની સંપૂર્ણ સારવાર પૂરી પાડે છે. આ સંકલિત અભિગમ દર્દીઓને તમામ મુખ્ય આંખનાં રોગો માટે એક જ સ્થાન પર નિષ્ણાત સારવાર ઉપલબ્ધ કરાવે છે.
છેલ્લા પાંચ વર્ષોમાં, અનુભવી નિષ્ણાતો, અદ્યતન ટેક્નોલોજી, નૈતિક ક્લિનિકલ પ્રેક્ટિસ અને દર્દી-કેન્દ્રિત સેવા દ્વારા સેન્ટર ફોર સાઇટ સુરતએ સુરત તથા દક્ષિણ ગુજરાતના લોકોનો વિશ્વાસ જીત્યો છે. લગભગ ત્રણ દાયકાની ઉત્તમતા સાથે, સેન્ટર ફોર સાઇટ આજે સમગ્ર ભારતમાં 95 કરતાં વધુ કેન્દ્રો સંચાલિત કરે છે। 350થી વધુ નિષ્ણાત આંખના ડોક્ટરોવાળું તેનું નેટવર્ક દર વર્ષે 15 લાખથી વધુ દર્દીઓને સેવા આપે છે. “Every Eye Deserves the Best” ના સિદ્ધાંત અનુસાર, આ સંસ્થા નવીનતમ વૈશ્વિક ટેક્નોલોજી અને સારવારની સુવિધાઓ દેશભરના દર્દીઓ સુધી પહોંચાડવાનું અવિરત કાર્ય કરે છે.



