સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આસીફ ટામેટા ગેંગ ના આરોપી ને ઝડપી પાડ્યો

સુરત: સુરત શહેરમાં અપહરણ લુંટ,ધાડ, તથા આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓ આચરતી ટામેટા ગેંગ ના ગુનામાં પેરલ જમ્પ કરી ફરાર થયેલા આરોપીને રાજસ્થાન જોધપુર ખાતેથી સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ મુઝફરઅલી ઉર્ફે આસીફ ટામેટા પોતાના સાગરીતો સાથે મળી એક ગેંગ બનાવી ગંભીર ગુનાઓ આચરતા હતા. ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી પોતાની આજીવિકાનું સાધન બનાવતા હતા. જેથી આ ગેંગ વિરુદ્ધ તારીખ 27 /11 /2020 ના રોજ ગુજશીટોક હેઠળ ગુનો નોંધાયો હતો અને 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.જેમાં વચગાળાના જામીન લઈ ફરાર થયેલા આરોપીને પકડી પાડવા સુરત ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં હતી. આ દરમિયાન આરોપી રાજસ્થાનના જોધપુર ખાતે હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે જોધપુર થી આરોપી ઇમરાન ઉર્ફે છોટુ સિદ્દીકી ઇસ્તિયાક અહેમદ સિદ્દીકીને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં તેને જણાવ્યું હતું કે પેરોલ જમ્પ કરી તે ફરાર થઈ ગયો હતો અને રાજસ્થાનના જોધપુર ખાતે વેલ્ડીંગના કારખાનામાં કામ કરતો હતો.હાલ આરોપીનો કબજો લાજપોર જેલને સોંપવામાં આવ્યો છે..ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે.