ડભોઈ નાગડોલ ગામના ખેતરેથી મૃત દિપડો મળી આવ્યો

ડભોઈ નાગડોલ ગામના ખેતરેથી મૃત દિપડો મળી આવ્યો
ડભોઇ તાલુકાના નાગડોલ ગામેથી ખેતરમાંથી મૃત દિપડો મળી આવ્યો હતો તેના મોઢાના ભાગેથી લોહી નીકળતી હાલતમાં હતો વન વિભાગે એનો કબજો લઈ વડોદરા ખાતે હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપ્યો હોય ત્યારબાદ જ તેના મોતનું કારણ જાણવા મળશે. વન્ય પ્રાણી સાચવવામાં ડભોઇ વન વિભાગ નિષ્ફળ હોવાનું ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચાઇ રહ્યું હતું.
ડભોઇ તાલુકાના નાગડોલ ગામના ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ખેતરમાં થી દીપડાનો મૃતદેહ મોઢા ના ભાગેથી લોહી નીકળતી હાલતમાં મળી આવ્યો હતો.
ખેતરમાં રોજિંદા કામકાજ અર્થે ગયેલા ખેડૂતે મૃત દીપડાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી.
વન વિભાગ દ્વારા મૃતદેહ નો કબજો મેળવી મોતના કારણો જાણવા પીએમ ની તજવીજ હાથ
પીએમ રિપોર્ટ આવ્યા બાદ દીપડાના મોતનું કારણ જાણી શકાશે. જ્યારે કે ફોરેસ્ટર બ્રીડ ગાર્ડની ડભોઇ તાલુકામાં અનેક ફરિયાદો સાથે વન્ય પ્રાણી સાચવવા કર્મચારી નહીં પરંતુ ખાનગી એજન્સીના માણસોની મદદ લેવાય છે… વન્ય પ્રાણી સાચવવામાં ડભોઇ વન વિભાગ નિષ્ફળ ગયો હોવાનું ગ્રામ્ય વિસ્તારના લોકો મા ચર્ચાઇ રહ્યું હતું. ગ્રામ લોકોનું કહેવું છે કે હજુ ઘણા દીપડા આ વિસ્તારમાં નજરે પડે છે… હજુ પણ ગામજનોનું કહેવું છે 10 થી વધુ દીપડાઓ દેખાઈ રહ્યા છે વન વિભાગના અધિકારીઓ દીપડાઓને પકડવામાં નિષ્ફળ ગયા છે