બેટી બચાવો બેટી પઢાવોના નારા સાથે કારગીલ ચોક થી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુધી રેલી યોજાઇ
મહિલા સુરક્ષા દિવસની ઉજવણી: નારી વંદન ઉત્સવ-૨૦૨૩
સુરત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે મહિલા જાગૃતિકરણ રેલી યોજાઇ
મહિલા જાગૃતિકરણની રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
સુરતઃ મંગળવારઃ મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત બને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા “નારી વંદન ઉત્સવ-૨૦૨૩” સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને તા.૧લીના રોજ પ્રથમ દિને મહિલા સુરક્ષા દિવસ અંતર્ગત શહેરના કારગીલ ચોકથી નિકળેલી રેલીને મહાનુભાવોના દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. જે પીપલોદ સ્થિત વીર નર્મદ યુનિવર્સિટી સુધી પહોંચી હતી.
સુરત મહિલા અને બાળ વિકાસ, સુરત શહેર પોલીસ, પોલીસ વિભાગની સી-ટીમ, સુરક્ષા સેતુ સોસાયટી,વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,સામાજશાસ્ત્ર વિભાગ,MSW પ્રોગામના સંયુક્ત ઉપક્રમે મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજાઈ હતી. આ રેલીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર અને MSW વિભાગના વિદ્યાર્થીઓ, મહિલા પોલીસ,પોલીસ જવાનો, મહિલા બાળ અને વિકાસ વિભાગની ટીમના સભ્યો મળી કુલ અંદાજિત ૩૫૦ લોકો રેલીમાં જોડાયા હતા.
રેલીમાં મહિલાઓની સિધ્ધિઓ, મહિલાઓની શકિત વગેરે સ્લોગન,૧૮૧ અભયમ, ૧૮૧ મહિલા હેલ્પ લાઇન,સી-ટીમની કામગીરી, સેલ્ફ ડિફેશનના બેનરો, બેટી દેશ કા ગૌરવ,બેટી બચાવો બેટી પઢાવાના નારા સાથે વિશાળ રેલી યોજી મહિલા સુરક્ષા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ રેલીમાં મહિલા સેલ ક્રાઇમ બ્રાંચના એસીપીશ્રી કે.એમ જોશફ, મહિલા અને બાળ અધિકારીશ્રી બી.જે.ગામીત, અમદાવાદ સાર્થક આર્ટ ફાઉન્ડેશનના પ્રમુખશ્રી દિનેશભાઇ રામી,માર્શલ એકસ્પર્ટ અને મોટીવેશનલ સ્પિકરશ્રી મુકેશભાઇ રાઠોડ, જેન્ડર સ્પેશિયાલીસ્ટશ્રી મહેશ પરમાર,ડિસ્ટ્રીક મિશન કો-ઓર્ડિનેટરશ્રી સ્મિતાબેન પટેલ, ઉમરા સી-ટીમ અને ૧૮૧ મહિલા હેલ્પ લાઇનની ટીમ સહિત વિદ્યાર્થીમિત્રો જોડાયા હતા.