શિનોર-દામાપુરા બાયપાસ રોડ પર ઝાડીઓથી અકસ્માતનો ભયઃ રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય

શિનોર-દામાપુરા બાયપાસ રોડ પર ઝાડીઓથી અકસ્માતનો ભયઃ રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય

શિનોર તાલુકામાંથી પસાર થતાં શિનોર – દામાપરા બાયપાસ માર્ગ પર રોડ ની આજુબાજુ ઉગી નિકળેલા ઝાડી-ઝાખરા ની ડાળીઓ માર્ગ પર આવી જતાં, પસાર થતા વાહનચાલકો અને ખેડૂતો માં સતત અકસ્માત નો ભય સેવાઇ રહ્યો છે. શિનોર થી દામાપુરા બાયપાસ માર્ગ હાલમાં જ નવો બનેલ છે. આ માર્ગ ખડુતો માટે ખુબ ઉપયોગી બનેલ છે. પણ આ માર્ગ પર હાલ ઝાડી ઝાંખરા ની સમસ્યા વિકટ બની છે.. અહીં માર્ગ ની આજુબાજુ ઉગી નિકળેલા ઝાડી-ઝાખરા ની ડાળીઓ માર્ગ ના મધ્ય ભાગ સુધી ફેલાયેલી જોવા મળી રહી છે. વળી આ માર્ગ પર ભયંકર વળાંકો આવતા હોય સામે તરફ થી આવતા વાહનો પણ દેખાતા ના હોય, મોટો અકસ્માત થવાનો ભય વાહન ચાલકો અને ખેતરો માં જતા ખેડૂતો અને મજૂરોમાં ઉત્પન થયેલ છે. આ સમસ્યાને દૂર કરવા સ્થાનિક રહીશો દ્વારા માર્ગ મકાન વિભાગ ની કચેરી ને ધ્યાન દોર્યું હોવાનુ પણ જાણવા મળેલ છે. તેમ છતાં આજદિન સુધી, માર્ગ ની આજુબાજુ ઉગી નિકળેલા ઝાડી ઝાંખરા દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ નહીં ધરાતા, અહીં થી પસાર થતા વાહનચાલકો ઉપરાંત સ્થાનિક રહીશો, અને ખેડૂતો માં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો છે. વળી આ વિસ્તારમા દીપડો પણ જોવા મળતો હોય ત્યાંથી રાત્રી ના સમયે પસાર થતા વાહન ચાલકો અને રાત્રે ખેડૂતો ખેતી કામે જવામાં ફફડાટ વ્યાપેલ છે. ત્યારે તંત્ર આ માર્ગ ની રૂબરૂ મુલાકાત લઈ, માર્ગ પર, વાહનચાલકો માટે જોખમી સાબિત થઇ રહેલ ઝાડી ઝાંખરા સત્વરે દૂર કરાવે તેવી માંગ વાહન ચાલકો, સ્થાનિક ખેડૂતો અને રહીશો દ્વારા કરવામાં આવેલ છે.



