ક્રાઇમ

શિનોર ચકચારી હની ટ્રેપ ગુનાના મુખ્ય આરોપીઓ શરતી જામીન પર મુક્ત

શિનોર ચકચારી હની ટ્રેપ ગુનાના મુખ્ય આરોપીઓ શરતી જામીન પર મુક્ત

શિનોર પોલીસ મથકે નોંધાયેલ ચકચારી હની ટ્રેપ ગુનામાં મુખ્ય આરોપી મનીષા અને આરોપી એહમદને રિમાન્ડ પુરા થતાં જામીન પર મુક્ત થયા.શિનોર પોલીસ મથકે તારીખ 6 ફેબ્રુઆરી 2026 ના રોજ શિનોરના ફરિયાદી હરેશ રણછોડ પટેલે 9 (નવ) આરોપીઓ સામે રૂપિયા 75,75,550 બ્લેકમેલિંગ કરી લઈ ગયા ની ફરિયાદ કરી હતી. જેમાં અત્યાર સુધી કુલ 10 આરોપીઓ ઝડપી પાડીને આશરે રૂપિયા 29 લાખ નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી મનીષા ઉર્ફે શાંતા ભુરા વસાવા અને આશિક નો ભાઈ અહેમદ પઠાણ તારીખ 14 મે 2026 ઝડપાયા પછી શિનોર નામદાર કોર્ટમાં રજૂ કરાતાં તારીખ 22/05/2026 સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. આજે રિમાન્ડ પુરા થતા આરોપીઓના વકીલ આસિફ આઈ. નકુમ (સાધલીવાલા) દ્વારા તેઓની જામીન અરજી રજૂ કરવામાં આવી હતી, નામદાર એમ.એમ.સૈયદ પ્રિન્સિપાલ સિવિલ જજ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફ.ક.શિનોર દ્વારા જામીન અરજી મંજૂર રાખી ₹95,000 ના સ્થાનિક જામીન તથા તેટલી જ રકમના જાત મુચરકા અને શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનનો હુકમ કરેલ છે.  આ સમગ્ર ગુનામાં મુખ્ય આરોપી મનીષા ઉર્ફે શાંતા ભુરા વસાવા છે, કેમકે શિનોરના અનવર ટેલરે મનીષા નો ફોન નંબર ફરિયાદીને આપી અવારનવાર વાતચીત કરી, મનીષાએ ફરિયાદીને જાળમાં ફસાવેલ અને પછી મળતીયાઓ દ્વારા અલગ અલગ સ્થળે અને અલગ અલગ સમયે બોલાવી મુલાકાત કરાવી ફરિયાદી બદનામ થાય તેવી સમાજમાં અને બીજા લોકો તથા સરપંચ ને જાણ કરવાની વાતો કરી, નગ્ન વિડીયો બનાવ્યો, બળાત્કારનો પોલીસ કેસ કરી ફસાવી દેવાની ધમકી, પ્રેગનેટ ની બીક ,એબોર્સન માટે, તેમજ અલગ અલગ સ્થળે ફરિયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી અને ફરિયાદીને માલસર માંડવા રોડ ની બાજુમાં આવેલ મહારાજના ખેતરના મકાને અજાણ્યા ઈસમે લાકડી થી માર મારી અને અલગ અલગ પ્રકારની બીક બતાવી ભયમાં મૂકી બળજબરી પૂર્વક ફરિયાદી પાસેથી અલગ અલગ સ્થળે, ટુકડે ટુકડે મળીને રૂપિયા 75,75,550 કઢાવ્યા હતા . અત્યાર સુધી ફરિયાદના 9 અને રિમાન્ડ દરમિયાન ખુલેલા અન્ય 3 મળીને 12 આરોપીઓ ને પકડી, તેના રિમાન્ડ પુરા થતા જામીન પર મુક્ત થયેલા છે. ગુનામાં સામેલ માલસર માંંડવા વચ્ચે આવેલ મહારાજનું મકાન , મહારાજ, અન્ય એક લંગડો અને આશિકની અલ્ટો ગાડી ઝડપવાના બાકી છે.પોલીસ ઈન્સ્પેકટર આર.આર.વસાવા તથા તેમની પોલીસ ટીમ આ ગુનો વહેલી તકે ડિટેક્ટ થાય તે માટે હાલ કાર્યરત બનેલા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button