શિક્ષા
સુરત માં ધર્મ સાથે અભ્યાસ હેતુ થી કાવડ યાત્રા યોજાઈ
સુરત: ના પુણા ગામ ખાતે શ્રાવણ માસ નિમિતે કાવડ યાત્રા યોજાઈ હતી.જેમાં શાળા ના બાળકો વિવિધ વેશભૂષા સાથે કાવડ યાત્રા આ જોડાયા હતા..ધર્મ સાથે અભ્યાસ કરવાના હેતુ થી શાળા ના બાળકો દ્વારા કાવડ યાત્રા યોજાઈ હતી..જે પુણા ગામ ખાતે આવેલા શિવ મંદિરે પૂર્ણ થઈ હતી..
શ્રાવણ માસ નિમિતે શિવ ભક્તો ભોળાનાથ ની વિશેષ પૂજા અર્ચના કરતા હોય છે..તેવી જ રીતે બાળકો ને પણ ધર્મ વિશે માહિતી રહે તે હેતુ થી સુરત ના પુણા ગામ ખાતે શાળા ના બાળકો દ્વારા કાવડ યાત્રા યોજાઈ હતી..આ કાવડ યાત્રા માં શિવ પાર્વતી ગણપતિ દાદા ,રાધા ક્રિષ્ના ,સાધુ સંતો તેમજ હનુમાનજી અને માતાજીઓ ની વેશભૂષા ધારણ કરી મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ કાવડ યાત્રા માં જોડાયા હતા.