પ્રાદેશિક સમાચાર
સુરતના વરાછા વિસ્તારમાં ઘટાદાર ઝાડ ધરાશાયી: મોટી દુર્ઘટના ટળી

Surat Varacha News: વરાછા વિસ્તારમાં અર્ચના સ્કૂલ પાસે આવેલ એક આવાસમાં વહેલી સવારે એક ઘટાદાર ઝાડ ધરાશાયી થયું. સદનસીબે રસ્તામાં કોઈ અવરજવર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી. ઝાડ ધરાશાયી થવાનું કારણ જમીન પોલાણ હોવાનું અનુમાન છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી જેઓએ આવીને ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરી.