દેશ
રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૭૭મા સ્વાતંત્ર્ય દિવસની ઓગસ્ટની ઉજવણી: તિરંગા યાત્રા અને યોગ-ધ્યાન શિબિર યોજાઈ
સુરત:ગુરૂવાર: ૭૭મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે કામરેજ સ્થિત કૌટિલ્ય વિદ્યાલય ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા હાર્ટફુલનેસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રા અને યોગ-ધ્યાન શિબિર યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં યોગપ્રેમી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ બાદ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષશ્રી સવજીભાઈ હુણ દ્વારા ધ્વજારોહણ કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં સુરત જિલ્લા કોઓર્ડિનેટર ડૉ. દિશા જિજ્ઞેશ જાની અને ટીમે જહેમત ઉઠાવી હતી.