શિક્ષા

આમ આદમી પાર્ટી પશ્ચીમ કચ્છ જીલ્લા પ્રમુખશ્રી સંજય બાપટે જ્ઞાન સેતુ વિસે જણાવ્યું

આગામી 30 વર્ષ ના લીગલ એગ્રીમેંટ સાથે અમલમાં આવનાર, શિક્ષણ વિભાગ નો જ્ઞાનસેતુ પ્રોજેક્ટ થકી સરકારી શાળાઓનું ભાવિ અંધકારમય બની જવાથી પૂર્ણ શક્યતા.

આમ આદમી પાર્ટી પશ્ચીમ કચ્છ જીલ્લા પ્રમુખશ્રી સંજય બાપટે જ્ઞાન સેતુ વિસે જણાવ્યું હતું કે

દર વર્ષે સરકારી અબજો રૂપિયા પ્રોજેક્ટ પાર્ટનર ને મળવાના હોય વ્હેતી ગંગા માં હાથ ધોઈ લેવા ના આશય સાથે લોબિંગ શરૂ. સરકારી શાળાઓ માંથી આડકતરી રીતે ખાનગીકરણ તરફ દોરી જવાની આશંકા.

સોશિયલ મીડિયામાં આ પ્રોજેક્ટને, દલા તરવાડી ની વાર્તા ની સાથે સરખામણી કરીને વહેતા થયેલ મેસેજ. રાજ્ય પ્રાથમિક શિક્ષક અને શૈક્ષણિક સંગઠન દ્વારા જ્ઞાનસેતુ પ્રોજેક્ટ બાબતે પુનઃ વિચારણા કરવા રજૂઆત, પણ રજૂઆત ની સફળતા ની કોઈ શક્યતા હાલમાં દેખાતી નથી.

ચાલુ વર્ષે નાણાકીય વર્ષ 2023/24 માં માત્ર શિક્ષણ વિભાગ માટે કુલ 42,651 કરોડ જેટલી માતબર રકમ નો ખર્ચ કરવામાં આવનાર છે., શિક્ષણ ના દરેક તબક્કે માળખાગત સગવડો ઊભી કરીને શિક્ષણ માં ગુણવત્તા લાવવા માટેનો રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.ત્યારે આગામી શૈક્ષણિક વર્ષથી રાજ્યની સરકારી અને ગ્રાન્ટ શાળાઓમાં અભ્યાસ કરતા 2,00,000 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓની ઓળખ કરીને તેમને ધોરણ 6 થી 12 સુધીનો ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ પ્રદાન કરવાના આશય સાથે સમગ્ર રાજ્યમાં 400 જેટલી શાળાઓમાં સામાજિક ભાગીદારી સ્થાપિત કરવાના અભિગમ સાથે દરેક તાલુકા માં ઓછામાં ઓછી એક જ્ઞાન સેતુ ડે શાળા, કે જેમાં લગભગ 500 વિદ્યાર્થીની ક્ષમતાઓ સાથે શરૂ થનાર આ શાળાના કારણે ભવિષ્યમાં સરકારી શાળાઓનો ભાવિ અંધકારમય બની જશે તેવી આશંકા , શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા કેટલાક નાગરિકો,શિક્ષકોના સંગઠનો તેમજ રાજ્યના મોટા ભાગ ના શિક્ષકોમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.

પ્રબુદ્ધ વર્ગમાં થતી ચર્ચાઓ અનુસાર સમગ્ર મૂડી ખર્ચ પ્રોજેક્ટ પાર્ટનર્સ દ્વારા ઉઠાવવામાં આવશે.આ માટે ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા દરેક વિદ્યાર્થી માટે વિદ્યાર્થી દીઠ મોટી રકમ રિકરીંગ લમ્પ – સમ ( ઉચ્ચક ) રકમ દર વર્ષે પૂરી પાડવામાં આવશે. જેના કારણે દેખીતી રીતે જ પ્રોજેક્ટ પાર્ટનર્સને મોટા પ્રમાણ માં આર્થિક ફાયદો થશે. અને રાજ્ય સરકાર ની તિજોરી પર વર્ષે વાર્ષિક અબજો રૂપિયાનો બોજ પડશે.

આ યોજનામાં ભાગ લેવા ઈચ્છુક સંસ્થાઓ માટે જાહેરાત આપ્યા બાદ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, ગુજરાત કાઉન્સિલ ફોર સ્કુલ એજ્યુકેશન – સમગ્ર શિક્ષા ની અધ્યક્ષતામાં અને ઉચ્ચ ગુણવતાની શાળાઓના સંચાલનમાં નિપુણતા અને અનુભવ ધરાવનાર વ્યક્તિ ઓ,સરકારી અધિકારીઓ અને શિક્ષણવિદો નો સમાવેશ કરતી એક સ્ક્રુટીની રચના કરવામાં આવશે.

જ્ઞાનસેતુ ડે શાળા , પ્રોજેક્ટ પાર્ટનર ના કારણે દેખીતી રીતે લોબિંગ , સગાવાદ, ભ્રષ્ટાચાર થવાની શક્યતાઓ પણ નકારી શકાય નહીં.

આ પ્રોજેક્ટ માં તમામ મૂડી રોકાણ પ્રોજેક્ટ પાર્ટનર દ્વારા ઉઠાવવામાં આવશે જેના બદલામાં રાજ્ય સરકાર ની પોલીસી મુજબ સુવિધાઓ પૂરી પાડશે. જેને લગભગ સંપૂર્ણપણે ખાનગીકરણ જેવો ઉદેશ્ય સિદ્ધ થતો જોવા મળશે.તેમજ ગુણવત્તા ધરાવતા હયાત ઇન્ફાસ્ટરકચર નો ઉપયોગ તેમની હાલની શાળા સાથે વૈકલ્પિક પાળી માં થઈ શકવાની છૂટ ના કારણે ,ભવિષ્ય માટે લાલબત્તી સમાન સાબિત થઈ શકવાની આશંકા પણ જોવા મળી રહી છે.

પ્રોજેક્ટ પાર્ટનર દ્વારા જ મેન પાવર નું સંચાલન કરવામાં આવનાર હોઈ,આ પ્રોજેક્ટમાં સમગ્ર વ્યવસ્થાપન માટે જરૂરી તમામ કર્મચારીઓની નિમણૂક, જ્ઞાન સેતુ ડે સ્કૂલની માર્ગદર્શિકા મુજબ પ્રોજેક્ટ પાર્ટનર્સ દ્વારા જ હાથ ધરવામાં આવનાર હોઈ પ્રોજેક્ટ પાર્ટનર દ્વારા જ કરાર આધાર નિયુક્તિ કરવામાં આવશે. તેમજ તેમના વેતન અને ભથ્થા ચૂકવશે, દેખીતી રીતે જ આના કારણે ભ્રષ્ટાચાર, વગ, ઓળખાણ તેમજ શોષણ જેવા દૂષણો પ્રવેશી શકે છે, આ પ્રોજેક્ટ હેઠળ નિયુક્ત થયેલ કરાર આધારિત કર્મચારીઓ કોઈ પણ સમયે સરકારી કર્મચારી તરીકે ગણવામાં ન આવનાર હોય, કર્મચારીઓના કોઈપણ હિત જળવાશે નહીં. કર્મચારીઓનો શોષણ પણ થઈ શકે છે. જી.સી.એસ.ઇ.- એસ.એસ.મારફતે શિક્ષણ વિભાગ દ્વારા પ્રોજેક્ટ પાર્ટનર સાથે લીગલ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા બાદ આગામી 30 વર્ષ માટે અમલ માં આવનાર શિક્ષણ વિભાગ જ્ઞાનસેતુ પ્રોજેક્ટ, ત્યાં સુધીમાં સરકારી શાળાઓનું ભાવિ અંધકાર મય બની જશે. સરકારી શાળાઓ ને આડકતરી રીતે ખાનગી કરણ તરફ જવાની આશંકા સાથે સોશિયલ મીડિયા માં આ પ્રોજેક્ટ ને દલા તરવાડી ની વાર્તા ની સાથે સરખામણી કરીને વહેતા થયેલ મેસેજ જોવા મળી રહ્યા છે.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ શૈક્ષિક મહાસંઘ તરફથી લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. પરંતુ તે રજૂઆતો નું અત્યાર સુધી, સંતોષકારક રીતે વિચાર કરવામાં આવ્યો ન હોવાથી રાજ્ય ના સૌથી મોટા ગણાતા કર્મચારી મંડળ ના હોદેદારો અને મોટા ભાગના તમામ સભ્યો નારાજ છે. આ રજૂઆતો પણ એળે જવાની સંપૂર્ણ શક્યતાઓ ચર્ચા રહી છે.

કેટલાક શિક્ષકોના મંતવ્ય અનુસાર, સરકાર દ્વારા અમલમાં આવનાર મૂકવામાં આવનાર આ પ્રોજેક્ટ ની આગામી સત્ર થી જ વિપરીત અસર પડવાની શરૂઆત થઈ જશે. ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારોની શાળાઓ માંથી શૈક્ષણિક પરિસ્થિતિ નો સંતુલન ખોરવાશે, ઓવર સેટ અપ થવાથી શિક્ષકોના ફાજલ પડશે. નવી ભરતી બંધ થઈ જશે, બેરોજગારીનો આંક વધશે .અન્ય ઘણી બધી બાબતોનું ગંભીરતાપૂર્વક પુનઃ વિચારણા કરીને, રાજ્ય સરકાર દ્વારા નવા સત્રથી અમલ માં મુકવામાં આવનાર આ પ્રોજેક્ટ પર પુનઃ વિચારણા કરીને, પડતો મૂકવામાં આવે તેમજ આ પ્રકાર ની માંગણી રાજ્ય ભર ના લગભગ તમામ શિક્ષકોમાં જોવા મળી રહી છે.

શિક્ષણ વિભાગ દ્વારા પ્રોજેક્ટ પાર્ટનર ને પ્રતિ વર્ષે વિદ્યાર્થી દીઠ 2000 રૂપિયાની ઉચ્ચક વાર્ષિક રકમ આપવામાં આવશે. અને આ રકમ માં દર વર્ષે 7% ના દરે વાર્ષિક વધારો કરવામાં આવશે. દેખીતી રીતે આ પ્રોજેક્ટ હેઠળ અભ્યાસ કરતા, રાજ્યભરના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા સાથે 20,000 રૂપિયા નો ગુણાકાર કરતા, આ રકમનો ગુણાકાર કરતા અબજો રૂપિયામાં ખર્ચ થશે. જેમાંથી પ્રોજેક્ટ પાર્ટનર ને ઘી કેળા થશે. અને રાજ્ય સરકાર ની તિજોરી પર દર વર્ષે અબજો રૂપિયાનો આર્થિક બોજ પડશે.

દલા તરવાડી ની વાર્તા ની જેમ, ” લઈ લઉં બે – ચાર ‘ ભલે ને લઈલો દસ – બાર ” ની વાર્તા ની સાથે કોઈ સંબંધ ન હોવાનું, કટાક્ષમય રીતે સોશિયલ મીડિયામાં ફરતા મેસેજો નો ધોધ વહી રહ્યો છે. સરકારી શાળાઓ ખાલીખમ બનશે અને અબજો રૂપિયાનું આંધણ કરીને ખાનગી પ્રોજેક્ટ પાર્ટનર્સ ને આર્થિક લાભ થવાની સાથે મોસાડે મા પીરસે તેવી શક્યતાઓ નકારી શકાય નહી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button