વ્યાપાર

અદાણી પોર્ટસએ AI-પ્રેરીત પરિવર્તન માટે ઝડપથી સજ્જ થવા અમેરિકા-સ્થિત કેલેરિસ સાથે હિસ્સેદારી વિસ્તારી

અદાણી પોર્ટસએ AI-પ્રેરીત પરિવર્તન માટે ઝડપથી સજ્જ થવા અમેરિકા-સ્થિત કેલેરિસ સાથે હિસ્સેદારી વિસ્તારી
અમદાવાદ : ભારતની સૌથી વિશાળ સંકલિત પરિવહન સંચાલક અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) એ તેના સંચાલન હસ્તકના બંદરો અને લોજિસ્ટિક્સ માળખામાં આગામી પેઢીની ક્ષમતાઓથી સજ્જ થવાના ધ્યેયથી અમેરિકા સ્થિત કેલેરિસ સાથેની વ્યૂહાત્મક ભાગીદારી વિસ્તારી છે. ડીકાર્બોનાઇઝેશન, ટેકનોલોજી અપગ્રેડ અને વાર્ષિક એક અબજ ટન કાર્ગો પરિવહન ક્ષમતા માટે ૮૫૦ મિલિયન ડોલરના રોકાણને આવરી લેતી આ ભાગીદારી તેના ૨૦૩૦ના વ્યાપક ઉદ્દેશ્યોનો એક ભાગ છે.
આ બહુ-વર્ષીય કરારમાં નવ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંદરોમાં વિસ્તરેલા અદાણી પોર્ટસ અને સેઝના ૧૫ કન્ટેનર ટર્મિનલ્સમાં કેલેરિસ તેની ફાઉન્ડેશનલ ટર્મિનલ ઓપરેટિંગ સિસ્ટમ અને AI-ઓગમેન્ટેડ અદ્યતન કન્ટેનર હેન્ડલિંગ અને ઓપ્ટિમાઇઝેશન સોલ્યુશન્સનો ઉપયોગ કરશે. અદાણી પોર્ટસ હવે છ બંદરોમાં તબક્કા ૧માં તૈનાતીના નિર્માણ મારફત તેના મેરીટાઇમ અને લોજિસ્ટિક માળખામાં આધુનિક ઓપરેટિંગ, પ્લાનિંગ, ઓપ્ટિમાઇઝેશન અને ઓટોમેશન ક્ષમતાઓને હાંસલ કરી કાર્યક્ષમતા, સુસંગતતા અને એન્ડ-ટુ-એન્ડ દૃશ્યતા વધારવા માટે એકીકૃત ડિજિટલ બેકબોન બનાવશે.
કેલેરિસના આધુનિક ઑપ્ટિમાઇઝેશનના ઉપયોગથી અદાણી પોર્ટસની વાસ્તવિક કાર્યક્ષમતામાં વધારો ખાસ કરીને રબર ટાયર્ડ ગેન્ટ્રી (RTG) ક્રેન ઉત્પાદકતામાં ૨૦% સુધી તથા ટર્મિનલ ટ્રક ઉત્પાદકતામાં ૧૪% સુધીનો સુધારો થશે તેવી અપેક્ષા છે. પરિણામે અદાણી પોર્ટસની ટેકનોલોજી-આધારિત સંકલિત પરિવહન પ્લેટફોર્મનું નિર્માણ કરીને લાંબા ગાળાના વિકાસ માટે સંચાલનની ટોચની કાર્યક્ષમતાને આંબવાની મહત્વાકાંક્ષાને આ સહયોગ મજબૂત બનાવે છે.
APSEZ ના પૂર્ણકાલીન ડિરેક્ટર અને સી.ઇ.ઓ અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે, “AI-થી સજ્જ ઓટોમેશન બંદરો અને લોજિસ્ટિક્સમાં સ્પર્ધાત્મકતાની આગામી સીમા નક્કી કરશે. તેમણે કહ્યું હતું કે કંપનીએ એકધારું ટ્રેક-એન્ડ-ટ્રેસ અને સંકલિત કમાન્ડ અને નિયંત્રણ ક્ષમતાઓ પૂરી પાડતા સમુદ્ર તટથી દરવાજા સુધી એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ પ્લેટફોર્મનું પહેલાથી જ નિર્માણ કર્યું છે ત્યારે કેલેરીસ સાથેની ભાગીદારી ઉત્પાદકતામાં વધારો કરી ટર્ન એરાઉન્ડ સમય સુધારવા સાથે તેના ગ્રાહકોને સતત શ્રેષ્ઠ સેવાની અનુભૂતિનો અહેસાસ કરાવશે.
કેલેરીસના પ્રેસિડેન્ટ અને સી.ઇ.ઓ કિર્ક નૌફે આ વેળા કહ્યું હતું કે AI-સક્ષમ પોર્ટ નેટવર્કની સંગીન ક્ષમતાની વાસ્તવિક અસર અદાણી પોર્ટસ દર્શાવી રહ્યું છે. અદાણીના તમામ ૧૫ ટર્મિનલ્સ સુધી વિસ્તરણના પહેલાથી જ સિધ્ધ થયેલા પરિણામો આ ભાગીદારીમાં રહેલા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. કેલેરીસમાં અમે પરિણામો દ્વારા ગ્રાહક સેવાની સફળતાને માપીએ છીએ. આ પરિણામો N4 અને અમારા એડવાન્સ્ડ ઑપ્ટિમાઇઝેશન સોલ્યુશન્સ સાથે હવે સમગ્ર નેટવર્કમાં વિસ્તારી શકાય છે એમ તેમણે ઉમેર્યું હતું.
વધતા કાર્ગો વોલ્યુમ સાથે જટીલ બનતી સપ્લાય ચેઇન વચ્ચે અનુસંધાન જોડવા માટે અદાણી પોર્ટસ રીઅલ-ટાઇમ પ્રદર્શન, રિસોર્સની સમયસર ફાળવણી અને ઝડપી નિર્ણય શક્તિ માટે કૃત્રિમ બુદ્ધિ (AI), ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), કમ્પ્યુટર વિઝન અને અદ્યતન ઑપ્ટિમાઇઝેશન સંબંધી સાધનોમાં રોકાણ કરી રહ્યું છે. APSEZ ૨૦૩૦ સુધીમાં વાર્ષિક એક અબજ ટન કાર્ગોનું સંચાલન કરવાની તેની મહત્વાકાંક્ષા હાંસલ કરવા આગળ વધી રહેલા અદાણી પોર્ટસમાં સાધનોની આ તૈનાતી તેના બંદરિય માળખામાં કેલેરીસની N4 ટર્મિનલ ઓપરેટિંગ સિસ્ટમ (TOS) ને વિસ્તૃત કરશે તેના કારણે યાર્ડ ઉપયોગિતામાં સુધારો, જહાજનો ટર્નઅરાઉન્ડ ઝડપી બને, આયોજનની ચોકસાઈમાં વધારો થાય અને સરવાળે ગ્રાહકો માટે વધુ વિશ્વસનીય, અનુમાનિત કાર્ગો મૂવમેન્ટ પહોંચાડવી શક્ય બને.
૨૦૩૦ સુધીમાં વાર્ષિક એક અબજ ટન કાર્ગોનું સંચાલન કરવાની અદાણી પોર્ટસની ગગનચૂંબી મહત્વાકાંક્ષાને પ્રાપ્ત કરવાની દીશામાં ઉત્તરોતર કાર્ગો વોલ્યુમમાં થઇ રહેલો વધારો કંપનીનો અવનવી ટેકનોલોજીનો ઉપયોગ અને તેના ઝડપી અમલીકરણને પ્રતિબિંબિત કરે છે. તેનું જીવંત દ્રષ્ટાંત એ છે કે પ્રથમ ૧૦૦ મિલીયન મેટ્રીક ટન કાર્ગોનું સંચાલન કરવા માટે દશ વર્ષથી વધુ સમય થયો પરંતુ ત્યારબાદ પરિવહન અને લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ માટે એકબીજા સાથે જોડાયેલા રેલ, રસ્તાઓ, ટ્રકિંગ, વેરહાઉસ અને કાર્ગો ગેટવેને આવરી લેતી ટેકનોલોજીના ઝડપી અમલીકરણના કારણે દરેક સીમાચિહ્નો અપ્રતિમ ગતિએ હાંસલ થયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button